WTC Finalમાં પહોંચવા ટીમ ઇન્ડિયા સામે વિશ્વની નંબર-1 ઓસ્ટ્રેલિયાનો પડકાર, જાણો ફાઇનલમાં પહોંચવાનું સમીકરણ

  • vatannivat
  • 09-02-2023 06:16 AM

ભારતને આ વર્ષે ટેસ્ટમાં તેના સૌથી મોટા પડકાર

ભારતીય ટીમ આ વર્ષે ટેસ્ટમાં તેના સૌથી મોટા પડકારનો સામનો 9 ફેબ્રુઆરીથી શરૂ કરશે. તેની સામે વિશ્વની નંબર-1 ટીમ ઓસ્ટ્રેલિયા સાથે પડકાર રહેશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં બંને ટીમો વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. ભારતીય ટીમની નજર આ સિરીઝમાં જીત મેળવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં જગ્યા બનાવાનો રહેશે. જયારે ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં અંદર થવાનું કાર્ય સરળ છે કારણ કે કાંગારૂઓને માત્ર ડ્રોની જરૂર છે. હાલ પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે ઓસ્ટ્રેલિયા બાદ રોહિત શર્માની ટીમ બીજા ક્રમે છે.


ભારતને ફાઇનલમાં પહોંચવા માટેના શું છે સમીકરણો 

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામેની ચાર મેચમાંથી ત્રણ મેચતો જીતવી જ પડશે. જો ટીમ ઈન્ડિયા સિરીઝમાં ત્રણથી ઓછી ટેસ્ટ જીતે છે,તો ફાઈનલમાં પહોંચવાની શક્યતાઓ છે જ, પરંતુ મુશ્કેલીઓ વધી જશે. ત્યારબાદ ભારતને શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાના મેચનાં પરિણામો પર નિર્ભર રહેવું પડશે.

ફાઇનલમાં શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા પણ આવી શકે 

શ્રીલંકાની ટીમ ન્યૂઝીલેન્ડ સામેની બંને ટેસ્ટ જીતી લે છે, તો ભારતે 61.11 % ના આંક શ્રીલંકાથી આગળ રહેવા માટે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ ટેસ્ટ જીતવી પડશે. જો શ્રીલંકા બે માંથી એક જ મેચ જીતે છે, તો ભારતને કોઈપણ માર્જિનથી શ્રેણી જીતવી પડશે અથવા 2-2 થી શ્રેણી ડ્રોની જરૂર રહેશે. જો બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 1-1થી ડ્રોમાં સમાપ્ત થશે, તો ભારતની સફર 55.09 % ના સ્કોર સાથે સમાપ્ત થઈ શકે છે. દક્ષિણ આફ્રિકા પણ વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી 2-0 થી જીતીને આગળ વધી શકે છે, જયારે બીજી તરફ શ્રીલંકા પણ આગળ વધી શકે છે.


વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ પ્રથમ સ્થાને કેવી રીતે પહોંચી શકશે 

- જો ટીમ ઈન્ડિયા 2-0થી શ્રેણી જીતે છે (ભારત બે મેચ જીતે, અને બે મેચ ડ્રો થાય)

- જો ટીમ ઈન્ડિયા 3-1થી શ્રેણી જીતે છે (ભારત ત્રણ મેચ જીતે, અને એક મેચ ઓસ્ટ્રેલિયા જીતે)

- જો ટીમ ઈન્ડિયા 4-0થી શ્રેણી જીતે છે (ભારત ચારેય મેચ જીતે)

- જો ટીમ ઈન્ડિયા 3-0થી શ્રેણી જીતે છે (ભારત ત્રણ મેચ જીતે, અને એક મેચ ડ્રો થાય)