શા માટે પઠાણ ફિલ્મનું પ્રમોશન ન કરવામાં આવ્યું?, શાહરૂખે જણાવ્યું કારણ

  • vatannivat
  • 01-02-2023 06:06 AM

- કિંગ ખાને પોતાની ફિલ્મ પઠાણનું પ્રમોશન ક્યાંય પણ નથી કર્યું

- કિંગ ખાને કહ્યું કે, 'મેં વિચાર્યું કે સિંહ ઈન્ટર્વ્યુ નથી આપતા તો આ વખતે હું પણ નહીં કરુ, બસ જંગલમાં આવીને જોઈ લો'

પઠાણ ફિલ્મની બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી  

શાહરુખ ખાન, જૉન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ જેવા સ્ટારર ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ સારું કલેક્શન કરી રહી છે. ફિલ્મે અત્યાર સુધી અનેક ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે. માત્ર ચાર-પાંચ જ દિવસમાં ફિલ્મે વર્લ્ડવાઈડ કરોડો રુપિયાની કમાણી કરી છે. પરંતુ અહીં રસપ્રદ બાબત એ છે કે, આ ફિલ્મને બોયકોટ કરવાની માંગ કરવામાં આવતી હતી અને ઉપરથી ટીમે ફિલ્મને પ્રમોટ પણ નથી કરી, તેમ છતાં ફિલ્મ રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે.

ફિલ્મનો બહિષ્કાર હોવા છતાં કોઈ પણ પ્લેટફોર્મનો ફિલ્મ પ્રમોટ માટે ઉપયોગ કર્યો નથી 

ફિલ્મનું ટ્રેલર અને બેશરમ રંગ ગીત રીલિઝ થયું ત્યારથી જ લોકો તેને બોયકોટ કરવાની માંગ કરી રહ્યા હતા. દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાનને ધમકી પણ આપવામાં આવી. સોશિયલ મીડિયા પર પણ સતત ફિલ્મના બહિષ્કારનો ટ્રેન્ડ ચાલી રહ્યો હતો. સામાન્યપણે જ્યારે ફિલ્મ આ પ્રકારે વિવાદમાં ઘેરાયેલી હોય તો ટીમ તેનું પૂરજોશમાં પ્રમોશન કરે છે. પરંતુ શાહરુખ ખાન સહિત પઠાણની ટીમે કોઈ પણ રિયાલિટી શૉ, પબ્લિક ઈવેન્ટ કે પ્લેટફોર્મની મદદ ફિલ્મને પ્રમોટ કરવા માટે નથી લીધી.

શાહરુખ ખાન દ્વારા ચલાવવામાં આવેલ સેશન  

શાહરુખ ખાને પાછલા થોડા સમયથી પોતાના ટિ્‌વટર અકાઉન્ટ પર #ASKSRK સેશનનું આયોજન કર્યું હતું, જેમાં 10 -15 મિનિટ સુધી ફેન્સની ટિ્‌વટનો જવાબ આપે છે. શાહરુખ ખાનના મજાકિયા અંદાજને લોકો ખૂબ પસંદ કરે છે. કિંગ ખાન પોતાના ફેન્સને એવા જવાબ આપે છે કે લોકો વખાણ કરતા નથી થાકતા. તાજેતરમાં આવા જ એક સેશન દરમિયાન યુઝરે પૂછ્યું કે, કોઈ પણ પ્રમોશન વિના અથવા પ્રી-રીલિઝ ઈન્ટર્વ્યુ વિના પણ પઠાણ ફિલ્મ ગર્જના કરી રહી છે. શાહરુખ ખાને આ ટિ્‌વટના જવાબમાં લખ્યું કે, મેં વિચાર્યું કે, 'સિંહ ઈન્ટર્વ્યુ નથી આપતા તો આ વખતે હું પણ નહીં કરુ'. બસ જંગલમાં આવીને જોઈ લો. #PATHAAN શાહરુખ ખાનનો આ જવાબ પણ ટિ્‌વટર પર છવાઈ ગયો.

દેશભરમાં 5500 સ્ક્રીન્સ પર રીલિઝ કરવામાં આવી પઠાણ 

પઠાણ ફિલ્મની વાત કરીએ તો સિદ્ધાર્થ આનંદના ડાઈરેક્શનમાં બનેલી ફિલ્મ દેશભરમાં 5500 સ્ક્રીન્સ પર રીલિઝ કરવામાં આવી છે. 250 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે ઓપનિંગ ડે પર 55 કરોડની રેકોર્ડબ્રેક કમાણી કરી હતી. ફિલ્મે ચાર દિવસમાં વિદેશમાં 164 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું. જ્યારે દેશમાં 265 રુપિયા કમાણી કરી લીધી હતી.