ભગવાન શાલિગ્રામ કોણ છે અને તેમની પૂજા કરવાથી શું ફાયદો થાશે, જાણો વધુ માહિતી

  • vatannivat
  • 07-02-2023 11:52 AM

- દરરોજ શાલિગ્રામની પૂજા કરવાથી માણસના તમામ રોગ અને દુ:ખનો નાશ થાય છે 

- જે લોકો સાત્વિક આહાર અને વિચારો ધરાવે છે તેમના માટે શાલિગ્રામની પૂજા ફળદાયી

શાલિગ્રામની ઉત્પત્તિ 

શાલિગ્રામ કાળા પથ્થર જેવો દેખાય છે, પરંતુ શાસ્ત્રોમાં તેને શ્રી વિષ્ણુ સમાન માનવામાં આવે છે. આ પવિત્ર મૂર્તિ ગંડકી નદીમાંથી મેળવવામાં આવી છે. વૈષ્ણવ સંપ્રદાયમાં સંપૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા સાથે દરરોજ શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો સાત્વિક આહાર અને વિચારો ધરાવે છે તેમના માટે શાલિગ્રામની પૂજા ફળદાયી છે.

શાલિગ્રામની પૂજામાં તુલસીના પાનનો મોટો ફાળો 

જે લોકો ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, તેમના માટે શાલિગ્રામની પૂજા પ્રગતિકારક માનવામાં આવે છે. શાલિગ્રામની પૂજામાં તુલસીના પાનનો મોટો ફાળો છે. કહેવાય છે કે જેમ શિવલિંગ પર અભિષેક કર્યા પછી માત્ર એક બિલ્વપત્રથી સંતુષ્ટ થઈને ભગવાન શિવ પોતાના ભક્તને આશીર્વાદ આપે છે, તેવી જ રીતે શ્રીનારાયણ પણ શાલિગ્રામ પર તુલસીના પાન અર્પણ કરવાથી પ્રસન્ન થઈ જાય છે.

શાલિગ્રામની પૂજા કરવાથી થતા ફાયદા 

શાલિગ્રામની પૂજા દરરોજ કરવાથી માણસના તમામ રોગ અને દુ:ખનો નાશ થાય છે અને તેમને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જો કોઈના પરિવારમાં અશાંતિ અને મતભેદ હોય તો એવા વ્યક્તિએ પોતાના પૂજા ઘરમાં શાલિગ્રામની સ્થાપના કરવી જોઈએ અને દરરોજ સેવા કરવી જોઈએ. શાલિગ્રામને વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવતું હોવાથી તેને પ્રતિષ્ઠાની જરૂર નથી, તેથી તમે તેને સૂર્ય મકરરાશિમાં પ્રવેશ્યા પછી ઉત્તરાયણમાં મહા મહિનામાં નિશ્ચિત લગ્નમાં સ્થાપિત કરી શકાય છે. 

શાલિગ્રામની પૂજા કરવાની વિધિ 

સૌ પ્રથમ શાલિગ્રામને તાંબાના વાસણમાં સાફ કરો અને ગંગાજળથી અભિષેક કરવો. ત્યાર બાદ પંચામૃતથી સ્નાન કરી શુદ્ધ સ્નાન કરાવવું. આ પછી શાલિગ્રામ પર તુલસી ચઢાવો, ચંદન લગાવો અને ઘી નો દીવો કરો, પછી શ્રી વિષ્ણુનું સ્મરણ કરતી વખતે દક્ષિણા અને મીઠાઈ રાખો. ત્યારબાદ શ્રી વિષ્ણુની આરતી કરો,શક્ય હોય તો કોઈ ગરીબને ભોજન કરાવો અને તેને દક્ષિણા આપો. તે પછી તે શાલિગ્રામને તમારા મંદિરમાં રાખો. આ પછી દરરોજ પાણીથી અભિષેક કરવો, ચંદન લગાવો, તુલસીનો પ્રસાદ ચઢાવો અને ભગવાનની આરતી કરીને પ્રસાદ બધાને વેહચી દેવો.