કેએલ રાહુલ અને આથિયાની રિશેપ્શન ક્યારે યોજાશે?, સુનીલ શેટ્ટીએ આપી માહિતી

  • vatannivat
  • 01-02-2023 04:43 AM

બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી અને તેનો પતિ કેએલ રાહુલ સાથેના લગ્ન બાદથી ખુબ જ ચર્ચામાં છે. 23 જાન્યુઆરીએ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે પરિવાર અને તેમના મિત્રોની હાજરીમાં સાત ફેરા લઈ લીધા છે. બંનેએ બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત ફાર્મ હાઉસમાં લગ્ન કર્યા હતા. કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન, સંગીત અને હલ્દી સમારોહ ઘણી તસવીરો સામે આવી છે, જેના પર ચાહકોએ ઘણો પ્રેમ વરસાવ્યો છે. 


કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. કોમેન્ટ બોક્સમાં ઘણા ચાહકો બંનેને તેમના લગ્ન માટે શુભેચ્છા પાઠવતા પણ જોવા મળ્યા હતા.


આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નની રિસેપ્શન પાર્ટી હજુ સુધી આપવામાં આવી નથી. મળતી માહિતી મુજબ અથિયાના પિતા સુનીલ શેટ્ટીએ કહ્યું છે, કે લગ્નનું રિસેપ્શન IPL પછી યોજાશે. વધુ માં જણાવ્યું છે, કે આ રિસેપ્શન પાર્ટીમાં ફિલ્મી દુનિયા સિવાય ભારતીય ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓ ભાગ લેતા જોવા મળશે.