કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ શું પરિવર્તન આવ્યું?, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું

  • vatannivat
  • 08-02-2023 09:44 AM

- કલમ 370 નાબૂદ થયા બાદ કાશ્મીરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા પર કોઈ પ્રતિબંધ નથી : અનુરાગ ઠાકુર

- મને કાશ્મીરમાં ત્રિરંગો ફરકાવવા બદલ જેલમાં નાખવામાં આવ્યો હતો : કેન્દ્રીય મંત્રી ઠાકુર

ગુવાહાટી IIT ખાતે પ્રથમ y20 મીટિંગમાં અનુરાગ ઠાકુરે ભાગ લીધો

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે G20 ઈન્ડિયા હેઠળ ગુવાહાટી IIT ખાતે યોજાયેલ પ્રથમ y20 મીટિંગ માં ભાગ લીધો હતો. આ દરમ્યાન ઠાકુરે કહ્યું હતું કે કલમ 370 નાબૂદ થયા બાદ કાશ્મીરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા પર કોઈ પ્રતિબંધ નથી. કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના પ્રધાન અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશમાં તિરંગો ફરકાવવા બદલ તેમને એક વખત જેલની સજા કરવામાં આવી હતી.

અનુરાગ ઠાકુરે શું કહ્યું

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે જ્યારે તેઓ 2010-2017 સુધી ભાજપ યુવા પાંખના અધ્યક્ષ હતા, ત્યારે તેમણે કોલકાતાથી કાશ્મીરનો યાત્રા કરી હતી. જેમાં મને કાશ્મીરમાં ત્રિરંગો ફરકાવવા બદલ જેલમાં નાખવામાં આવ્યો હતો. પરંતુ આજે J&K સંપૂર્ણપણે બદલાઈ ગયું છે અને હવે આવો કોઈ પ્રતિબંધ નથી. ઠાકુરે વધુમાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવવો મુશ્કેલ હતો પરંતુ કલમ 370 નાબૂદ થયા પછી તમે જોઈ શકો છો કે ગયા વર્ષે 'હર ઘર તિરંગા' કાર્યક્રમ હતો. જેમાં કાશ્મીરના દરેક ઘરમાં તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. G20 કાર્યક્રમ અંતર્ગત Y20ની પ્રથમ બેઠક IIT ગુવાહાટી ખાતે યોજાઈ હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય યુવાનો સુધી પહોંચવાનો અને સારી આવતીકાલ માટે તેમની સાથે નવા વિચારોની ચર્ચા કરવાનો છે.