વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પોહચ્યાં વૃંદાવન, બાબા નીમ કરોલીના આશીર્વાદ લીધા

  • vatannivat
  • 04-01-2023 12:09 PM

ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા સાથે બુધવારે સવારે ઠાકુર બાંકેબિહારીના શહેર વૃંદાવન પહોંચ્યા હતા. તેમણે બાબા નીમ કરોલીના સમાધિ સ્થળની મુલાકાત લીધી હતી. વિરાટ અને અનુષ્કા લગભગ એક કલાક સુધી આશ્રમમાં રહ્યા. બાબા નીમ કરોલીના આશીર્વાદ લીધા, અને સમાધિની મુલાકાત લીધા પછી, કુટીરમાં થોડક સમય ધ્યાન કર્યું. ત્યાં તેમને ચાહકોને ઓટોગ્રાફ આપ્યા હતો, અને તેમની સાથે ફોટોગ્રાફ્સ પણ લીધા. 


આ પછી વિરાટ અને અનુષ્કા મા આનંદમયી આશ્રમ જવા રવાના થયા. તેમનો સમયપત્રક સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવ્યો છે. આનંદમયી આશ્રમમાં મીડિયાને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. વિરાટ અને અનુષ્કા બુધવારે બપોરે વૃંદાવન જવાના હતા, પરંતુ તેઓ વહેલી સવારે બાબા નીમ કરોલી આશ્રમ પહોંચી ગયા હતા. તેમનો કાર્યક્રમ એટલો ગુપ્ત હતો કે કોઈને ભનક પણ પડી ન હતી. જાણવામાં આવ્યું છે કે વિરાટ અને અનુષ્કા મથુરા આવે તે પહેલા જ અહીંની એક સ્ટાર હોટલમાં તેમના રૂમ બુક થઈ ગયા હતા.


બાબા નીમ કરોલી આશ્રમમાં વિરાટ અને અનુષ્કાને પ્રસાદ તરીકે ધાબળા અર્પણ કર્યા હતા. બંને એ બાળભોગનો પ્રસાદ પણ લીધો હતો. આશ્રમમાં વિરાટ કોહલીએ તેના એક પ્રશંસકને બેટનો ઓટોગ્રાફ પણ આપ્યો હતો.


તમને જણાવ્યી કે, વિરાટ કોહલી અને અનુષ્કા બંને બાબા નીમ કરોલી મહારાજના માટે ખૂબ જ શ્રદ્ધા છે. આ આગાઉ પણ નવેમ્બર 2022 માં, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ઉત્તરાખંડના કુમાઉમાં કૈંચી ધામની મુલાકાત લીધી અને બાબા નીમ કરોલી મહારાજની મુલાકાત લીધી. ભક્તો બાબા નીમ કરોલી મહારાજને હનુમાનજીના અવતાર તરીકે માને છે. તેમની સમાધિના દર્શન કરવા ભારત અને વિદેશમાંથી હજારો ભક્તો આવે છે.