ઈલેક્ટ્રિક વાહનો અંગે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીનું મોટું નિવેદન, દેશમાં 20.8 લાખ ઇલેક્ટ્રિક વાહનો

  • vatannivat
  • 14-02-2023 08:13 AM

- 2030 સુધીમાં 2 કરોડથી વધુ ઈલેક્ટ્રિક વાહનો તૈયાર થશે : નીતિન ગડકરી

- ભારત સરકાર અને રાજ્ય સરકારો માત્ર ઓટોમોબાઈલ ઉદ્યોગમાંથી મહત્તમ GST મેળવે છે : કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં વધારો 

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને લઇ માહિતી આપતા જણાવ્યું છે કે, વર્ષ 2030 સુધીમાં દેશભરમાં 2 કરોડથી વધુ ઈલેક્ટ્રીક વાહનો તૈયાર થવાની સંભાવના રહેલી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માહિતી આપી છે કે, સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા ખુબ ઝડપથી વધી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આજે દેશમાં 20.8 લાખ ઇલેક્ટ્રિક વાહનો છે. 2021 ની સરખામણીમાં, 1 મિલિયન ઇલેક્ટ્રિક વાહનો તૈયાર થયા છે અને તેમાં 300 ટકા જેટલો વધારો નોંધવામાં આવેલ છે. જેમાં તેમણે કહ્યું કે, અંદાજ મુજબ 2030 સુધીમાં 2 કરોડથી વધુ ઇલેક્ટ્રિક  વાહનો જોવા મળશે.

ઓટોમોબાઈલ ઉદ્યોગે 4 કરોડ નોકરીઓ પૂરી પાડે છે

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૪.૫ લાખ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર છે અને આવનારા સમયમાં તેમની સંખ્યામા પણ વધારો જોવા મળશે, જેનાથી 10 લાખ નોકરીઓનું પણ સર્જન થશે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં ઓટોમોબાઈલ ઉદ્યોગ રૂ.7.8 લાખ કરોડનો છે. ઓટોમોબાઈલ ઉદ્યોગે 4 કરોડ નોકરીઓ પૂરી પાડે છે. ભારત સરકાર અને રાજ્ય સરકારો માત્ર ઓટોમોબાઈલ ઉદ્યોગમાંથી મહત્તમ GST મેળવે છે. મારો ઉદ્દેશ્ય આ રૂ 7.8 લાખ કરોડના ઉદ્યોગને પાંચ વર્ષમાં રૂ. 15 લાખ કરોડનો ઉદ્યોગ બનાવવાનો છે