બિહારમાં સરકાર પડવા અંગે કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન

  • vatannivat
  • 18-02-2023 11:44 AM

- 2024માં યોજનાર સામાન્ય ચુંટણી પહેલા બિહાર સરકાર તુટી પડશે : કેન્દ્રીય મંત્રી પશુપતિ

- NDA લોકસભાની ચૂંટણીમાં બિહારની તમામ 40 બેઠકો પર જીત હાંસલ કરશે

બિહારમાં રાજકીય ખેંચતાણ ચરમ સીમા પર 

બિહારમાં સત્તા પરિવર્તન બાદ રાજકીય ખેંચતાણ પોતાની ચરમ સીમા પર છે. ત્યારે ભાજપ અને તેના સાથી પક્ષ જ સરકાર તુટી પડવાના દાવા કરે છે, તો સત્તા પક્ષ તેમના આ દાવાને મુંગેરી લાલના હસીન સપના કહીને ટાળી દે છે. આજ દાવાઓમાં હવે એક નવો દાવો કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રી પશુપતિ કુમાર પારસે કર્યો છે. કેન્દ્રીય મંત્રી પારસે દાવો કર્યો કે 2024ની લોકસભા ચુંટણી પહેલા બિહાર સરકાર તુટી પડશે.. તેમણ વધુમાં કહ્યું કે બિહારમાં મહાગઠબંધન માટે સ્થિતિ સારી જોવા મળી રહેલ નથી. JDU અને RJDના નેતા દરેક દિવસે એક બીજા સાથે લડી રહ્યાં છે. ગયા 5 મહીનામાં 3 વિકેટ પહેલા જ પડી ગઇ છે અને મને વિશ્વાસ છે કે પુરી સરકાર 2024ની લોકસભા પહેલા તુટી પડશે. 

વિરોધ પક્ષમાં 2 વડાપ્રધાન પદના ઉમેદવાર: કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર 

બિહારમાં મહાગઠબંધનની સરકાર બન્યા પછી કાર્તિકેય સિંહ માસ્ટર, સુધાકર સિંહ અને અનિલ સહનીને પોતાનું પદ છોડવું પડયું હતું. જયારે કાર્તિકેય સિંહ માસ્ટર કાનુન મંત્રી હતા અને  સુધાકર સિંહ કૃષિ મંત્રી હતાં. અનિલ સહની RJDના ધારસભ્ય હતાં,તેમને LTA કૌભાંડમાં દોષી ઠેરવવામાં આવ્યા બાદ અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા છે. આ અંગે પારસે કહ્યું કે NDA લોકસભા ચુંટણીની તૈયારી કરી રહ્યું છે અને બિહારની તમામ 40 બેઠકો પર જીત હાંસલ કરશે. આ સમયે વિરોધ પક્ષોમાં 2 વડાપ્રધાન પદના ઉમેદવાર છે એક નીતીશકુમાર અને બીજા રાહુલ ગાંધી.