કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બે દિવસીય ગુજરાત મુલાકાત, માતાજીની પૂજા સાથે પ્રવાસની શરૂઆત

  • vatannivat
  • 26-09-2022 09:57 AM

- વિરોચનનગર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

- ભાડજ ગામ નજીક એસપી રિંગ રોડ પર ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કર્યું

ફ્લાયઓવર અને PHC નું ઉદ્ધઘાટન 

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહે નવરાત્રિના પ્રથમ દિવસે અમદાવાદના મેલડી માતા મંદિરમાં પૂજા અર્ચના કરીને ગુજરાત પ્રવાસની શરૂઆત કરી હતી.ત્યારબાદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભાડજ ગામ પાસે તેમના ગાંધીનગર લોકસભા મતવિસ્તાર હેઠળ આવતા એસપી રિંગ રોડ પર ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સિક્સ લેનનો ફ્લાયઓવર અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) દ્વારા રૂ. 73 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. તદુપરાંત શાહ દ્વારા વિરોચનનગર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

350 બેડની અને કલોલમાં 150 બેડની હોસ્પિટલ શરૂ કરવાનો નિર્ણય

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદના સાણંદ ખાતે ESIC સંચાલિત હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો. જ્યાં તેઓએ એક જનસભાને સંબોધી હતી. અમિત શાહે જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે ગાંધીનગર લોકસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે દિવસમાં અહીં 350 બેડની અને કલોલમાં 150 બેડની હોસ્પિટલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.