ભારત જોડો યાત્રા સ્થગિત કરવા રાહુલ ગાંધીને કેન્દ્રીય આરોગ્ય મંત્રીની અપિલ, જાણો કારણ

  • vatannivat
  • 21-12-2022 09:09 AM

-દેશને કોવિડ રોગચાળામાંથી બચાવવા માટે ભારત જોડો યાત્રાને મોકૂફ રાખવામાં આવે : કેન્દ્રીય આરોગ્યમંત્રી

-કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને રાજસ્થાનના CM અશોક ગેહલોતને લખ્યો પત્ર

નેતાઓને ભારત જોડો યાત્રામાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે કેન્દ્ર સરકારે પોતાની સતર્કતા વધારી છે. કેન્દ્રએ તમામ રાજ્યોને નવા કેસોની દેખરેખ રાખવા અને જીનોમ સિક્વન્સિંગ વધારવા જણાવ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા તરફથી એક પત્ર સામે આવ્યો છે, જે તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને લખ્યો છે. જેમાં બંને નેતાઓને ભારત જોડો યાત્રામાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે જાણવામાં આવ્યું છે કે જો શક્ય હોય તો દેશના હિત માટે યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.

યાત્રામાં કોવિડની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે

કેન્દ્રીય આરોગ્ય પ્રધાને પત્રમાં જણાવ્યું છે,કે "કોરોના વાયરસ ના રોગચાળાં માં વધારો થતા, જાહેર આરોગ્ય કટોકટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત જોડો યાત્રાને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવે." વિષેશ જાણવામાં આવ્યા છે,કે "રાજસ્થાનમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રામાં કોવિડની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવામાં આવે. જે લોકોએકોરોનાની રસી મુકાવી હશે તેમને જ યાત્રામાં પ્રવેશ આપવામાં આવે, યાત્રા માં જોડનાર મુસાફરોને પેહલા અને પછી આઈસોલેટ કરવામાં આવે.તેથી જો કોરોનાવાયરસ પ્રોટોકોલનું પાલન કરવું શક્ય ન હોય તો ભારત જોડો યાત્રાને મોકૂફ રાખવા વિનંતી.