પાર્ટીના નામ-ચૂંટણી ચિન્હ પર પ્રતિબંધ મામલે હાઇકોર્ટ પહોંચ્યા ઉદ્ધવ ઠાકરે

  • vatannivat
  • 14-12-2022 07:25 AM

- ઉદ્ધવ ઠાકરેએ સિંગલ બેંચના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો

- ચૂંટણી પંચે શિવસેનાના નામ અને ચૂંટણી ચિન્હના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો

સિંગલ બેન્ચે ઠાકરેની અરજી ફગાવી દીધી હતી

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મંગળવારે શિવસેના નામ અને ચિન્હ કેસમાં સિંગલ બેંચના ચુકાદા સામે દિલ્હી હાઈકોર્ટનો પહોંચ્યા હતા. ભારતના ચૂંટણી પંચે શિવસેનાના નામ અને ચૂંટણી ચિન્હના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચના વચગાળાના આદેશ સામે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. નોંધનીય છે કે કોર્ટની સિંગલ બેન્ચે ઠાકરેની અરજી ફગાવી દીધી હતી.

15 ડિસેમ્બરે સુનવણી થવાની શક્યતા

ઉદ્ધવ ઠાકરે દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે 15 નવેમ્બરનો આદેશ કે જેના દ્વારા ન્યાયાધીશે ચૂંટણી પંચને પ્રક્રિયા ઝડપી બનાવવાનો આદેશ આપ્યો છે તે પણ ખામીયુક્ત છે. તે રદ થવો જોઈએ. ઉલ્લેખનીય છે કે સિંગલ બેન્ચે તેના આદેશમાં કહ્યું હતું કે શિવસેનામાં વિભાજન પછી પક્ષના નામ અને પ્રતીકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના ચૂંટણી પંચના નિર્ણયમાં કોઈ પ્રક્રિયાગત ઉલ્લંઘન નથી. આ અંગેની અરજી પર સુનાવણી 15 ડિસેમ્બરે થવાની શક્યતા છે.