ભારતમાં ટ્વીટરનો ઓફિસો અંગે મોટો નિર્ણય, ત્રણમાંથી બે ઓફિસો કરી બંધ

  • vatannivat
  • 20-02-2023 10:53 AM

- ટિ્‌વટરની ભારતની ટીમમાં માત્ર ત્રણ કર્મચારીઓ કાર્યરત 

- ટિ્‌વટર ખરીદ્યા બાદ અડધા કર્મચારીઓને છુટ્ટા કરવામાં આવ્યા 

ટિ્‌વટરે ભારતમાં નવી દિલ્હી અને મુંબઈમાં ઓફિસ કરી બંધ 

જ્યારથી એલોન મસ્કે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટિ્‌વટર ખરીદ્યું છે, ત્યારથી કંપનીમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. 17 ફેબ્રુઆરીએ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટિ્‌વટરને લગતા મોટા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ ટિ્‌વટરે ભારતમાં તેની ત્રણમાંથી બે ઓફિસ બંધ કરી દીધી છે, અને કંપની દ્વારા કર્મચારીઓને તેમના ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. કંપનીએ ગયા વર્ષે પણ ઘણા કર્મચારીઓને છુટા કર્યા હોવાનું જાણવા મળે છે. સૂત્રો દ્વારા 17 ફેબ્રુઆરીએ જાણવા મળ્યું હતું કે ટિ્‌વટરે નવી દિલ્હી અને મુંબઈમાં તેની ઓફિસ બંધ કરી દીધી છે. સોશિયલ મીડિયા કંપનીની ઈન્ડિયા ટીમમાં હવે માત્ર ત્રણ જ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ટિ્‌વટર અંગેની ભારત ટીમમાં કંટ્રી લીડ અને બે અન્ય લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે ચારેય દિશાઓના વિસ્તારોને આવરી લે છે.

મસ્કે ટિ્‌વટર વેરિફાઈ બ્લુ ટિક સહિત તેમાં અનેક પ્રકારના ફેરફારો કર્યા 

2022ના અંતમાં ટિ્‌વટરે મોટાપાયે છૂટા કરવાના પગલે ભારતમાં ત્રણમાંથી બે ઓફિસને બંધ કરવાનું પગલું ભરેલ હતું. પરંતુ હકીકતમાં કંપનીના નવા બોસ એલોન મસ્ક ખર્ચ ઘટાડવા માંગતા હતા. તેથી ભારતમાં કંપનીના 200થી વધુ કર્મચારીઓમાંથી 90% ને છોડી દેવા માટે કહેવામાં આવેલ હતું. અબજોપતિ એલોન મસ્કએ ઓક્ટોબરમાં 44 અબજ ડોલરમાં ટિ્‌વટરને ખરીદયું હતું. મસ્કે ટિ્‌વટર વેરિફાઈ બ્લુ ટિક સહિત તેમાં અનેક પ્રકારના ફેરફારો કર્યા હતા. તેમજ અઠવાડિયાની અંદર, તેમણે 7500 એટલે કે અડધા કર્મચારીઓને છુટ્ટા પણ કર્યા હતા.