તુનિષા શર્માના મોત પર તેના કાકાએ ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું

  • vatannivat
  • 28-12-2022 09:17 AM

- "બ્રેકઅપ થઈ ગયું હતું તો સાથે કેમ લંચ લેતા હતા" : તુનિષા નાં કાકા

- સિરિયલનાં સેટ ઉપર તુનીશાએ આત્મહત્યા કરી હતી

તુનિષા શર્માના કાકા એ શુ સવાલો કર્યા  

અભિનેત્રી તુનિષા શર્માના કાકા પવન શર્મા એ આરોપી અને પૂર્વ બોયફ્રેન્ડ શીઝાન ખાનની ટિપ્પણી પર સવાલ ઉઠાવ્યો કે,જો તે સંબંધોમાં આ બધા એટલે કે ધર્મને લઈને ચિંતિત હતો તો તેણે આ બધું કેમ કર્યું. આ સિવાય તેણે શીજાનને સવાલ કર્યો કે તુનિષા સાથે બ્રેકઅપ થય ગયું હતું, તો તે તેની સાથે રોજ લંચ કેમ લેતો હતો ? તેની સાથે સમય કેમ વિતાવતો હતો ?


તુનીષા શર્માનો મૃતદેહ ક્યાંથી મળ્યો 

તુનિષા સાથેના બ્રેકઅપ પર ટિપ્પણી કરતી વખતે,શીઝાન કહ્યું હતું કે તેમનું બ્રેકઅપ ધાર્મિક વિભાજનને કારણે થયું હતું. તુનીષા શર્માનો મૃતદેહ 24 ડિસેમ્બરે મુંબઈ નજીક વસઈમાં TV શો ’અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ’ના સેટના વોશરૂમમાંથી મળી આવ્યો હતો. શીજાન એ તુનિષાને આત્મહત્યા માટે ઉશ્કેરી એવા આરોપમાં શીઝાન ની ધરપકડ કરાય. 


મહારાષ્ટ્ર પોલીસ દ્વારા શીઝાનની પૂછપરછ કરાયી 

મહારાષ્ટ્ર પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન, શીઝાન ખાને કહ્યું હતું કે ખૂબ જ પ્રસિદ્ધ શ્રદ્ધા વોકર હત્યા કેસ સામે આવ્યા પછી, તેણે તુનીશા સાથે સંબંધ તોડી નાખ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, શીઝાન ખાને કહ્યું કે તેણે તુનિષા શર્માને કહ્યું, કે તેઓ એક અલગ સમુદાયના છે અને તેમની વચ્ચે 8 વર્ષનો ઉંમરનો તફાવત છે. જેમાં જ્યારે તુનિષાના કાકા પવન શર્માને પૂછવામાં આવ્યું કે પરિવારનું વલણ શું છે ? શું તેઓ ઈચ્છતા હતા,કે તુનિષા શીઝાન ખાન સાથે લગ્ન કરે ?


પવન શર્માએ શુ કહ્યું ?

પવન શર્માએ સવાલોના જવાબ આપતા કહ્યું કે તેમની ભત્રીજીએ ક્યારેય કહ્યું નથી કે 'તેઓ રિલેશનશિપમાં છે,તેને માત્ર એટલુંજ કહ્યુંકે તેઓ સારા મિત્રો છે.' પવન શર્માએ વધુ માં જણાવ્યું કે,“કોઈએ મને કીધું કે,શીઝાન એ કહ્યું હતું કે ધાર્મિક વિભાજનને કારણે તેણે તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો'. તો પછી આ બધું શા માટે શરૂ કર્યું હતું ? ત્રણ મહિના સુધી, તેઓ એક સાથે કેમ ફર્યા ? શીઝાનએ તેની માતા સાથે કેમ પરિચય કરાવ્યો હતો ?  શીઝાનની માતા અને બહેન તેને ફોન કરતા હતા,અને તેઓ નિયમિત વાત કેમ કરતા હતા.