શ્રીલંકા સામેની વન ડે સિરીઝમાં ઈન્ડિયાનો આ દિગ્ગજ ક્રિકેટર ટીમમાંથી થયો બહાર

  • vatannivat
  • 10-01-2023 07:27 AM

- જસપ્રીત બુમરાહ હવે આ વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયો

- આજે શ્રીલંકા અને ભારત વચ્ચે પ્રથમ વનડે

અગાઉ બુમરાહને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો

શ્રીલંકા સામેની વનડે સિરીઝ શરૂ થવાના એક દિવસ પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઈજા બાદ વાપસી કરી રહેલો ઝડપી બોલર જસપ્રીત બુમરાહ હવે આ વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. જસપ્રીત બુમરાહને અગાઉ આ સિરીઝનો ભાગ બનાવવામાં આવ્યો ન હતો, પરંતુ બાદમાં તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. BCCI દ્વારા ૩ જાન્યુઆરીએ વન ડે ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જ્યારે જસપ્રીત બુમરાહને શ્રીલંકા સામેની આ શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો હતો. 

આ કારણે બુમરાહ ટીમની બહાર 

જસપ્રીત બુમરાહને ટીમમાં સામે કરવા સમયે તે સંપૂર્ણ રીતે ફિટ છે અને રમવા માટે તૈયાર છે તેવું લાગ્યું હતું. પરંતુ વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈ કોઈ જોખમ લેવા માંગતી નથી. આ જ કારણ છે કે જસપ્રીત બુમરાહને છેલ્લી ક્ષણે સિરીઝમાંથી બહાર રાખવામાં આવ્યો છે, જેથી જોખમ ન લેતા અને તેને પરત ફરવા માટે પૂરો સમય મળે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય ગણાશે કે, ઋષભ પંત પહેલેથી જ કાર અકસ્માતને કારણે ઘાયલ છે અને તેના વર્લ્ડ કપમાં ભાગ લેવા પર હજુ પણ શંકા છે. 

બુમરાહ સપ્ટેમ્બર ૨૦૨૨થી ક્રિકેટથી દૂર

નોંધનીય છે કે જસપ્રીત બુમરાહ સપ્ટેમ્બર ૨૦૨૨થી ક્રિકેટ એક્શનથી દૂર છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે T૨૦ શ્રેણી રમાઈ હતી, જેમાં જસપ્રીત બુમરાહે ભાગ લીધો હતો. જે બાદ તે ઈજાના કારણે ટીમની બહાર રહ્યો હતો. જસપ્રીત બુમરાહે એશિયા કપ, ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨માં ભાગ લીધો ન હતો.