પેન ઈન્ડિયા સ્ટાર' ટેગ થવા પર ગુસ્સે થયા સાઉથનો આ સ્ટાર, કહ્યું- હું માત્ર એક એક્ટર છું

  • vatannivat
  • 10-02-2023 05:12 AM

સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિજય સેતુપતિ આ દિવસોમાં ખુબ ચર્ચામાં છે. તે એક પછી એક શાનદાર ફિલ્મો આપી રહ્યા છે અને હવે તે બોલિવૂડમાં પણ પોતાના પગ જમાવવાની તૈયારી કરી રહ્યા છે. વિજય સેતુપતિ પોતાની દમદાર એક્ટિંગના દમ પર દર્શકોના દિલ જીતી લીધાં છે. વિજય સેતુપતિ, શાહિદ કપૂર સાથે આગામી વેબ સિરીઝ 'ફર્ઝી' માં જોવા મળશે. આ દિવસોમાં વિજય સેતુપતિને પેન ઈન્ડિયા સ્ટાર કહેવામાં આવ્યા છે, પરંતુ તેમણે આ બાબતે નારાજગી વ્યક્ત કરી છે.જ્યારે એક પત્રકારે તેમને પેન ઈન્ડિયા સ્ટાર તરીકે સંબોધ્યા, ત્યારે અભિનેતા વિજય એની ઉપર નારાજગી વ્યક્ત કરી. તેણે ઈન્ટરવ્યુ દરમિયાન જ ખુલાસો કર્યો કે, તે ભારતના પેન ઈન્ડિયા સ્ટાર તરીકે ઓળખાવાથી ખુશ નથી. તેમણે વધુમાં જણાવ્યું, હું માત્ર એક અભિનેતા છું અને મારી ઉપર કોઈ લેબલ લગાડવાની જરૂર નથી. હું દરેક ભાષામાં ફિલ્મો કરવા માંગુ છું મારે બંગાળી ફિલ્મ, ગુજરાતી ફિલ્મમાં કામ કરવું છે, તેથી જો મને તક મળશે તો હું ત્યાં જઈને પણ કામ કરીશ.વિભિન્ન ભાષાઓની ફિલ્મોમાં પોતાની અભિનયની કૌશલ્ય દેખાડી ચૂકેલી અભિનેત્રી રાશિ ખન્નાને પણ પેન ઈન્ડિયા સ્ટાર કહેવાનું પસંદ આવ્યું નાથી.   તેણે વધુમાં જણાવ્યું હતું કે, આવા ટાઇટલથી તમે અમારી વચ્ચે અણબનાવ કેમ ઉભો કરો છો ? . આપણે પહેલાથી જ બોલિવૂડ, ટોલીવુડ, કોલીવુડમાં વહેંચાયેલા છીએ. દરેકને એક બીબામાં ફિટ કરવાની જરૂર નથી. આપણે સૌ પ્રથમ એક કલાકાર છીએ.વિજય સેતુપતિ અને રાશિ ખન્ના આગામી એક્શન થ્રિલર વેબ સિરીઝ 'ફર્ઝી' માં જોવા મળશે. રાજ અને ડીકે દ્વારા નિર્દેશિત આ ક્રાઇમ થ્રિલર વેબ સિરીઝ દ્વારા બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર અને સાઉથ અભિનેતા વિજય સેતુપતિ તેમનું  OTT ડેબ્યૂ કરી રહ્યા છે. આ વેબ સિરીઝ 10 ફેબ્રુઆરીએ OTT પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવા જઈ રહી છે.