ઓસ્કાર એવોર્ડ પહેલા સારા સમાચાર આપી શકે છે RRRના નિર્માતાઓ, કરી રહ્યા છે ખાસ આયોજન

  • vatannivat
  • 02-02-2023 11:27 AM

RRR ફિલ્મ ફરીથી સિનેમાઘરોમાં રિલિઝ થવાની સંભાવના 

એસએસ રાજામૌલીની ફિલ્મ RRR વર્ષ 2022ની બ્લોકબસ્ટર ફિલ્મ જોવા મળી હતી. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યો હતો. જેમાં સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને જુનિયર એનટીઆર લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ સિવાય ફિલ્મમાં અજય દેવગન અને આલિયા ભટ્ટ પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મે આ વર્ષે ઘણા એવોર્ડ જીત્યા હતા. ફિલ્મના ગીત નાટુ નાટુને શ્રેષ્ઠ મૂળ ગીત માટે ગોલ્ડન ગ્લોબ ટાઇટલ આપવામાં આવ્યો છે. આ સિવાય આ ફિલ્મને ક્રિટિક્સ ચોઈસ એવોર્ડથી પણ સન્માનિત કરાયું છે. ફિલ્મની આટલી મોટી સફળતા પછી, નિર્માતાઓ તેને ફરી એકવાર રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે.


 ફિલ્મનું ગીત નાટુ નાટુ ઓસ્કાર માટે નામાંકિત 

મળતી માહિતી અનુસાર, RRR ફિલ્મના મેકર્સ તેને ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ કરવાનું વિચાર કરી રહ્યા છે. જેના માટે થિયેટરની યાદી, ભાષા અને સમયના આયોજન પર એક યોજના બનાવામાં આવી રહી છે. વધુ માં જણાવીયે તો ફિલ્મનું ગીત નાટુ નાટુ ઓસ્કાર માટે નામાંકિત કરાયું છે. ફિલ્મના ગીતોને ઘણી સફળતા મળી છે. તે એમએમ કીરવાણી દ્વારા રચિત છે. જોકે કીરવાનીને તાજેતરમાં પદ્મશ્રી થી સન્માનિત કરાયા છે.


RRR ફિલ્મને ઘણા એવોર્ડ મળ્યા 

તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું નિર્દેશન એસએસ રાજામૌલી કર્યુ છે. ફિલ્મ રિલીઝ થયા બાદ તેની સફળતા અટકવાનું નામ જ નથી લઈ રહી. RRR એ ઘણા એવોર્ડ જીત્યા પછી, બધાએ તેની ખુબજ પ્રશંસા કરેલ હતી. આ સાથે બોલિવૂડના કલાકારોએ પણ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી હતી. દેશના વડાપ્રધાન મોદીએ પણ RRRની સમગ્ર ટીમને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ફિલ્મે વર્લ્ડ વાઈડ 1200 કરોડથી વધુની કમાણી કરી હતી..