પાકિસ્તાનનાં પૂર્વ પ્લેયરે ધોનીને લઈને BCCIને આપી સલાહ, કહ્યું ધોનીને ચીફ સિલેક્ટર બનાવો

  • vatannivat
  • 22-02-2023 06:55 AM

- ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ભારતીય ટીમનાં ચીફ સિલેક્ટર બનાવા જોઈએ: દાનિશ કનેરીયા   

- મહેન્દ્રસિંહ ધોનીનાં નેતૃત્વમાં ભારતે T-20 અને વન-ડેના ફોર્મેટમાં ICC વર્લ્ડ કપ જીત્યો 

સિનિયર સમિતિના ચીફ સિલેક્ટર ચેતન શર્માએ સ્ટીંગ ઓપરેશનમાં કર્યા દાવા

એક ન્યૂઝ ચેનલના સ્ટિંગ ઓપરેશન બાદ ભારતીય ક્રિકેટ જગતમાં હોબાળો મચી ગયો હતો. ભારતની સીનિયર સિલેક્શન સમિતિના ચીફ સિલેક્ટર ચેતન શર્માએ આ સ્ટીંગમાં ઘણા દાવા કર્યા હતા. જેમાં તેઓએ ત્યાં સુધી કહી દીધું હતું કે, ભારતીય ખેલાડી ફિટનેસ માટે ઇન્જેક્શન લે છે. જોકે હવે તેમણે રાજીનામુ આપી દીધુ છે, આ દરમિયાન પાકિસ્તાનનાં એક દિગ્ગજ ખેલાડીએ સૂચન આપ્યું છે કે, ભારતના દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોનીને ભારતીય ટીમનો ચીફ સિલેક્ટર બનાવી દેવો જોઈએ.

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે દાનિશ કનેરિયાએ BCCIને આપ્યું સૂચન 

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરીયાએ BCCIને સૂચન આપતા જણાવ્યું હતું કે, પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને નવા ચીફ સિલેક્ટર બનાવી દેવા જોઇએ. દાનિશ કનેરીયાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની સાથે એક વખત BCCI અધિકારીઓએ વાત કરવી જોઈએ. તેમણે જાણકારી મેળવવી જોઈએ કે ધોનીનો હવે શું પ્લાન છે અને તેઓ શું ચીફ સિલેક્ટર બની શકે છે. હવે સમય આવી ગયો છે કે BCCI અધ્યક્ષ રોજર બિન્ની અને જય શાહ સખત કાર્યવાહી કરે અને એક નવી સિલેક્શન સમિતિ બનાવે.

મહેન્દ્ર સિંહ ધોની હાલ IPLમાં ચેન્નાઈ સુપર કિંગની કૅપ્ટનસી કરે છે 

પોતાના કરિયરમાં 61 ટેસ્ટ અને 18 વન-ડે ઇન્ટરનેશનલ રમનાર દાનિશ કનેરીયાએ વધુમાં કહ્યું કે, BCCIએ સિલેક્શન સમિતિમાં હવે નવા લોકોને સામેલ કરવાની જરૂરિયાત છે. મહેન્દ્ર સિંહ ધોની એક શાનદાર ખેલાડી છે. ઉલ્લેખનીય છે કે ધોની હાલમાં ક્રિકેટથી દૂર છે. તે માત્ર IPLમાં હિસ્સો લે છે અને ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી કરે છે. મહેન્દ્ર સિંહ ધીનીના નેતૃત્વમાં ભારતે T- 20 અને વન-ડે બંને ફોર્મેટનો ICC વર્લ્ડ કપ જીત્યો છે. એ સિવાય ધોનીની કેપ્ટન્સીમાં ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી છે.