G20 ની તૈયારી માટે દિલ્હી સરકારે કેન્દ્ર પાસે કરી ફંડની માંગ

  • vatannivat
  • 07-02-2023 09:35 AM

- મનીષ સિસોદિયા: કેન્દ્ર સરકાર પાસે G20 ની વિશેષ તૈયારીઓ માટે કરી 927 કરોડ ની માંગ  

- મનીષ સિસોદિયા: કેન્દ્રીય બજેટમાંથી દિલ્હી સરકારને કોઇ ફંડ મળ્યું નથી

- ભારતમાં G20 ની 50 થી વધુ શહેરોમાં 200 થી વધુ બેઠકોની મેજબાની કરશે

મનીષ સિસોદિયાએ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણને એક પત્ર લખ્યો

દેશમાં G20 કાર્યક્રમોની મેજબાની સતત ચાલી રહી છે. દેશના વિવિધ રાજયોમાં થનાર આ કાર્યક્રમ માટે રાજય સરકારે વિવિધ સ્તર પર તૈયારીઓમાં લાગી છે. જેમાં દિલ્હીમાં પણ G20 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આવામાં દિલ્હી સરકારે કેન્દ્ર સરકાર પાસે G20 માટે ફંડની માંગ કરી છે. જેને લઈ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને નાણાંમંત્રી મનીષ સિસોદિયાએ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણને એક પત્ર લખ્યો છે. 

કેન્દ્ર સરકાર G20 ની તૈયારીઓ માટે વધારાનું ફંડ ઉપલબ્ધ કરાવે

મનીષ સિસોદિયાએ કેન્દ્રીય નાણાંમંત્રીને પત્ર લખી G20 ની તૈયારીઓને ઝડપથી પુરી કરવા માટે રકમ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. મનીષ સિસોદિયાએ પત્રમાં લખ્યું છે,કે G20 ની બેઠક દિલ્હીમાં યોજાવી એ ગર્વની વાત છે. સિસોદિયાએ વધુમાં કહ્યું કે કેન્દ્રીય બજેટમાંથી દિલ્હી સરકારને કોઇ ફંડ મળ્યું નથી,આથી કેન્દ્ર સરકાર G20 ની તૈયારીઓ માટે વધારાનું ફંડ ઉપલબ્ધ કરાવે.  

દેશમાં G20 ની 50 થી વધુ શહેરોમાં બેઠકો યોજાશે 

મનીષ સિસોદિયાએ પત્રમાં કેન્દ્ર સરકારને કહ્યું કે G20 ની વિશેષ તૈયારીઓ માટે 927 કરોડ રૂપિયાની જરૂરિયાત છે. ભારતને તાજેતરમાં G20 ની અધ્યક્ષતા મળી છે એવામાં દેશમાં G20 ની 50 થી વધુ શહેરોમાં 200 થી વધુ બેઠકોની મેજબાની કરશે તેના માટે વિવિધ રાજયો ખુબ ઝડપથી વિશેષ તૈયારીીઓમાં લાગી છે.