Tecnoએ ભારતમાં નવો સસ્તો ફોન લોન્ચ કર્યો, કિંમત જાણીને તમે પણ થઈ જશો આશ્ચર્યચકિત

  • vatannivat
  • 16-02-2023 12:21 PM

- 22 ફેબ્રુઆરીથી  એમેઝોન ઇન્ડિયા પરથી ખરીદી શકાશે 

સ્માર્ટફોન બ્રાન્ડ Tecno એ તેનો નવો સસ્તો ફોન Tecno Pop 7 Pro ભારતમાં લોન્ચ કર્યો, આ ફોનને 7 હજારથી ઓછી કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનમાં 6GB રેમ અને 5000mAh બેટરીનો સપોર્ટ પણ આપ્યો છે. ફોનમાં 12 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા ઉપલબ્ધ છે. અને કેમેરા સાથે LED ફ્લેશલાઇટ પણ સપોર્ટ છે. ફોનમાં બે શ્રેષ્ઠ કલરમાં વિકલ્પોમાં આવે છે. ફોનની સાથે HD+ ડિસ્પ્લે સપોર્ટેડ છે. 

જાણો Tecno Pop 7 Pro કિંમત

Tecnoનો નવો ફોન Tecno Pop 7 Pro બે કલર્સ એન્ડલેસ બ્લેક અને બ્લુમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનમાં બે RAM વિકલ્પોમાં ઉપલબ્ધ છે. Tecno Pop 7 Pro ના 4 GB રેમ સાથે 64 GB સ્ટોરેજની કિંમત 6,799 રૂપિયા અને 6 GB રેમ સાથે 64 GB સ્ટોરેજની કિંમત 7,299 રૂપિયા રાખવામાં આવી છે. ફોન 22 ફેબ્રુઆરીથી  એમેઝોન ઇન્ડિયા પરથી ખરીદી શકાશે