તારક મહેતાનાં જેઠાલાલને આવી દયાબેનની યાદ, જાણો શું કહ્યું

  • vatannivat
  • 18-02-2023 06:28 AM

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના પ્રોડ્યૂસર આસિત કુમાર મોદીએ નવા ટપ્પુની જાહેરાત કરી ત્યારથી શો પાછો ચર્ચામાં આવી ગયો છે. ટપ્પુના પાત્રમાં રાજ અનડકટને નિતિશ ભાલુની દ્વારા રિપ્લેસ કરાયો છે. અને મીડિયા સાથે પણ તેની ઓળખાણ કરાઈ હતી. ગત વર્ષની શરૂઆતમાં છેલ્લા 14 વર્ષથી સાથે સંકળાયેલા શૈલેષ લોઢાએ શો છોડ્યા બાદ સચિન શ્રોફે તેમને ’તારક મહેતા’ના રોલ માં રિપ્લેસ કરાયો હતો. કોરોના પહેલા શો છોડનારી મોનિકા ભદોરિયાનું રિપ્લેસમેન્ટ મેકર્સ શોધી લાવ્યા છે અને હાલ નવી ’બાવરી’ તરીકે નવિના વાડેકર છે.


જોકે આ શોમાં એક પાત્ર એવુ છે,જે પાંચ વર્ષથી શોમાં ગાયબ છે અને તે માટે હજી કોઈનું નામ ફાઈનલ કરાયુ નથી. તે પાત્રનું નામ ’દયાબેન’ છે જે પાત્ર શરૂઆતથી  દિશા વાકાણી દ્વારા ભજવામાં આવતું હતું. હાલ ઘણાબધા સમયથી મેટરનિટી લીવ પર ગયા બાદ હજુ પણ તે પરત ફરી નથી. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નિતિષ સાથે હાજર ’જેઠાલાલ’ દિલિપ જોશીએ ફરીથી તે ક્યારે પાછી આવશે નહિ તે સવાલનો સામનો કર્યો હતો.


જ્યારે દયાબેનના પાત્ર વિશે દિલીપ જોશીને પૂછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું કે ’તે સંપૂર્ણરીતે મેકર્સ પર આધારિત છે અને તે નક્કી કરશે કે, તેઓ રિપ્લેસ કરીને નવા એક્ટરને લેવા માગે છે કે નહીં. એક્ટર તરીકે હું દયાના પાત્રને મિસ કરી રહ્યો છું'. તમે બધા પણ ઘણા લાંબા સમય સુધી દયા અને જેઠાના સારા અને ફની સીન એન્જોય કરી રહ્યા હશો. લોકો પણ કહી રહ્યા છે કે દયા અને જેઠાની કેમેસ્ટ્રી મિસિંગ છે. હું તો હંમેશા પોઝિટિવ જ રહું છું અને આસિત ભાઈ પણ પોઝિટિવ છે. તેથી જો કંઈ રસપ્રદ આવી શકે છે તો તેના અંગે કોઈ કંઈ જાણતું નથી. 


તારક મહેતાની ટીમ સાથે હાલમાં જ જોડાયેલા નિતિષે દિલીપ જોશી સાથે કામ કરવાની ઉત્સુકતા દર્શાવી. તેમને વધુમાં જણાવ્યું હતું કે ’દિલીપ જોશી પાત્રમાં કેવી રીતે રહેવું અને પાત્રને કેવી રીતે જીતવું તે સારી રીતે જાણે છે. તે એક અલગ જ લેવલનું પાત્ર છે'. જ્યારે દિલીપ જોશીના સીન ચાલતા હોય ત્યારે તેઓ કેવી રીતે જેઠાલાલના પાત્રમાં ઢળી જાય છે તે હું કેમેરા સામે બેસીને જોઉ છું.