તિસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા

  • vatannivat
  • 02-09-2022 11:29 AM

- ગુજરાત હાઈકોર્ટ તિસ્તા સેતલવાડની જામીન અરજી પર સ્વતંત્ર રીતે નિર્ણય કરશે

- 2002ના ગુજરાત રમખાણોના મામલામાં નિર્દોષ લોકોને ફસાવવા માટે કથિત રીતે દસ્તાવેજો બનાવવાના આરોપમાં થઇ હતી ધરપકડ 

સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને તેનો પાસપોર્ટ સરેન્ડર કરવા કહ્યું

સુપ્રીમ કોર્ટે કાર્યકર્તા તિસ્તા સેતલવાડને વચગાળાના જામીન આપ્યા છે. 2002ના ગુજરાત રમખાણોના મામલામાં નિર્દોષ લોકોને ફસાવવા માટે કથિત રીતે દસ્તાવેજો બનાવવાના આરોપમાં તિસ્તા સેતલવાડની ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તિસ્તા સેતલવાડે તપાસમાં સંપૂર્ણ સહકાર આપવો પડશે. કોર્ટે તિસ્તાને તેનો પાસપોર્ટ સરેન્ડર કરવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે તેણે આ મામલાને વચગાળાના જામીનના દૃષ્ટિકોણથી જ ધ્યાનમાં લીધો છે. ગુજરાત હાઈકોર્ટ તિસ્તા સેતલવાડની જામીન અરજી પર સ્વતંત્ર રીતે નિર્ણય કરશે અને આ કોર્ટ દ્વારા કરવામાં આવેલી કોઈપણ ટિપ્પણીથી પ્રભાવિત થશે નહીં.

સુપ્રીમે ગુજરાત હાઇકોર્ટના આશ્ચર્ય વ્યક્ત કર્યું 

સુપ્રીમ કોર્ટે ગુરુવારે આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શા માટે ગુજરાત હાઈકોર્ટે કાર્યકર્તા તિસ્તા સેતલવાડની જામીન અરજી 19 સપ્ટેમ્બરે સુનાવણી માટે સૂચિબદ્ધ કરી છે. ઉચ્ચ અદાલતે રાજ્ય સરકારને નોટિસ પાઠવ્યાના છ અઠવાડિયા પછી સર્વોચ્ચ અદાલતે તેના જવાબમાં સરકારને તિસ્તાની અરજીનો જવાબ આપવા અને શુક્રવારે બપોરે 2 વાગ્યા સુધીમાં તેને જાણ કરવા જણાવ્યું હતું.

તિસ્તા પર શું છે આરોપ 

જૂનમાં ધરપકડ કરાયેલા સેતલવાડ અને શ્રીકુમાર બંને પર 2002ના ગોધરા પછીના રમખાણોમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે પુરાવા બનાવવાનો આરોપ છે. તે સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. શ્રીકુમારે જામીન માટે હાઈકોર્ટમાં પણ અરજી કરી છે. આ કેસના ત્રીજા આરોપી પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટે જામીન માટે અરજી કરી નથી. આ કેસમાં જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે ભટ્ટ પહેલાથી જ અન્ય એક ગુનાહિત કેસમાં જેલમાં હતા.