જોશીમઠ મામલે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો કર્યો ઈનકાર, જાણો શું કહ્યું

  • vatannivat
  • 10-01-2023 06:29 AM

- દરેક કેસમાં અહીં આવવું જરૂરી નથી : સુપ્રીમ 

- આ મામલે આગામી તારીખ 16 જાન્યુઆરીના રોજ થશે

રાષ્ટ્રીય આપત્તિ તરીકે જાહેર કરવા માંગ કરાઈ હતી

સુપ્રીમ કોર્ટ દ્વારા જોશીમઠ કેસ પર તાત્કાલિક સુનાવણી કરવા માટે ઇનકાર કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે હવે આ અંગે સુનાવણી માટે આગામી તારીખ 16 જાન્યુઆરી આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દરેક મામલામાં સુપ્રીમ કોર્ટમાં આવવાની જરૂર નથી. લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સંસ્થાઓ આના પર કામ કરી રહી છે. આ પહેલા અરજદાર દ્વારા અપીલ કરીને જણાવવામાં આવ્યું હતું કે આ મામલે તાત્કાલિક સુનાવણીની જરૂર છે અને આ સંકટને રાષ્ટ્રીય આપત્તિ તરીકે જાહેર કરવામાં આવે.

લોકોની રજૂઆતને સરકારે ગંભીરતાથી ન લીધી હોવાનો આક્ષેપ

અરજદાર દ્વારા કરવામાં આવેલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે જોશીમઠમાં આજે જે કંઈ થઈ રહ્યું છે તે ખનન, મોટા પ્રોજેક્ટના નિર્માણ અને તેના માટે બ્લાસ્ટિંગને કારણે થઈ રહ્યું છે. આ મોટી દુર્ઘટનાની નિશાની છે. કહેવાય છે કે શહેરમાં લાંબા સમયથી ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. લોકો આ અંગે અવાજ ઉઠાવી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા તેને ગંભીરતાથી લેવામાં આવ્યું નથી. આજે એક ઐતિહાસિક, પૌરાણિક અને સાંસ્કૃતિક શહેર અને ત્યાં રહેતા લોકો આનું પરિણામ ભોગવી રહ્યા છે.