તુર્કી અને સિરિયામાં ભૂકંપગ્રસ્ત લોકો માટે સની લિઓનીએ કરી મદદની જાહેરાત

  • vatannivat
  • 22-02-2023 05:28 AM

- કોસ્મેટિક બ્રાન્ડની આવક થશે તેના 10% ભાગની રકમ તુર્કી તથા સિરિયાના ભૂકંપગ્રસ્તોની મદદ માટે આપશે:સની લિઓની

- ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ભૂકંપ પીડિતોની મદદ માટે આગળ આવવા અપીલ કરી છે 

તુર્કી અને સિરિયામાં આવેલા વિનાશંક ભૂકંપ જોઈ સની લિઓનીનું દિલ દ્રવી ઉઠયું

તુર્કી અને સિરિયામાં આવેલા વિનાશંક ભૂકંપમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, તેમજ બીજા લાખો માણસો આનાથી અસરગ્રસ્ત બન્યા હતા. તેમની આ હાલત જોઈ સની લિઓનીનું દિલ દ્રવી ઉઠયું છે. જેને લઈને સની લિઓનીએ પોતાની આવકના 10% જેટલી રકમ ભૂકંપગ્રસ્તોની સહાય માટે આપવાની જાહેરાત કરી છે. સની લિઓની અને તેના પતિ ડેનિયલ વેબરના જણાવ્યા મુજબ તેઓ તેમની કોસ્મેટિક બ્રાન્ડની જે પણ આવક થશે તેના 10% ભાગની રકમ તુર્કી તથા સિરિયાના ભૂકંપગ્રસ્તોની મદદ માટે ફાળવી દેશે. 

અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ભૂકંપ પીડિતોની મદદ માટે આગળ આવવા કહ્યું

સની લિઓનીએ વધુમાં કહ્યું હતું કે, દરેક વ્યક્તિએ ભૂકંપગ્રસ્તોની મદદ કરવા આગળ આવવું જોઈએ અને હું મારા તરફથી બનતા પ્રયાસ કરી રહી છું. તેણે અન્ય લોકોને ઉદાર હાથે ભૂકંપમાં બચી ગયેલા લોકોના પુનઃવસન માટે ઉદાર હાથે ફાળો આપવા માટે અપીલ કરી હતી. બીજી બાજુ ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ભૂકંપ પીડિતોની મદદ માટે આગળ આવવા કહ્યું છે. પ્રિયંકાએ લખ્યું હતું કે, કુદરતના પ્રકોપ આગળ સૌ લાચાર છે પરંતુ આપણે કમસેકમ આપણાથી બનતી મદદ તો કરી શકીએ છીએ.