વસ્તી નિયંત્રણનો કાયદા અંગે કથાવાચક દેવકીનંદન મોટું નિવેદન

  • vatannivat
  • 21-02-2023 12:22 PM

- અન્ય ધર્મના લોકો ચાર પત્ની અને 40 બાળકો પેદા કરી શકે છે : ભાગવત કથાકાર દેવકીનંદન 

- હિન્દુ સનાતનીએ 5-6 બાળકો પેદા કરવા જોઈએ : દેવકીનંદન ઠાકુર  

દેવકીનંદન ઠાકુર મહારાજનું નિવેદન

બાગેશ્વરના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી બાદ હવે ભાગવત કથાવાચક દેવકીનંદન ઠાકુર મહારાજનું પણ એક નિવેદન ચર્ચામાં આવ્યું છે. દેવકીનંદન મહારાજ કુટુંબ નિયોજન કથામાં સામેલ થવાનું ચર્ચાનો વિષય બન્યો છે. તેમણે વધું જાણવ્યું કે, દરેક હિન્દુ સનાતનીએ 5-6 બાળકો પેદા કરવા જોઈએ. હકીકતમાં જોઈએ તો, દેવકીનંદન ઠાકુર મહારાજ છિંદવાડાના દશેરા ગ્રાઉન્ડમાં શિવ મહાપુરાણની કથા કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે જનસંખ્યાને લઈને નિવેદન આપ્યું હતું.

હિન્દુ રાષ્ટ્રની માગ કરી રહ્યા છીએ : દેવકીનંદન ઠાકુર  

નિવેદન આપતા દેવકીનંદને જણાવ્યું હતું કે અન્ય ધર્મના લોકો ચાર પત્ની અને 40 બાળકો પેદા કરી શકે છે, તો સનાતની કમ સે કમ 5 થી 6 બાળકો જરુર પેદા કરે. તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યાં સુધી જનસંખ્યા નિયંત્રણ કાયદો નથી આવ્યો, ત્યાં સુધી દરેક સનાતનીને વધુમાં વધુ બાળકો પેદા કરવા જોઈએ. એટલા માટે દરેક સનાતની સમયસર લગ્ન કરે અને 5-6 બાળકો પેદા કરે. દેવકીનંદને કહ્યું હતું કે, જ્યાર સુધી ભારતમાં જનસંખ્યા નિયંત્રણ કાયદો લાગૂ નથી, ત્યાં સુધી દરેક સનાતની પાસે એક સોનેરી મોકો છે. પણ કાયદો લાગૂ થયા બાદ તે હિસાબે પરિવાર નિયોજન કરો. દેવકીનંદન ઠાકુરે જણાવ્યું કે, અમે હિન્દુ રાષ્ટ્રની માગ કરી રહ્યા છીએ.

મંદિર સરકારના આધિન થઈ શકે છે, તો મસ્જિદ કેમ નહીં

દેવકીનંદન ઠાકુરે જણાવ્યું કે, અમુક લોકોને ખુલ્લા સાંઢની માફક છોડી મુકવામાં આવ્યા છે અને આપણને ફક્ત બે બાળકો સુધી સીમિત કરી દેવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, દેશ ત્યાં સુધી જ સેક્યુલરવાદ છે, જ્યાં સુધી સનાતની બહુસંખ્યક છે. જે દિવસે આપણે અલ્પસંખ્યક થઈ જઈશું, તો આપણી હાલત બદલી જશે. નોંધનીય છે કે કથાવાચક તથા વૃંદાવનમાં ઠાકુર પ્રિયાકાંત જૂ મંદિરના સંસ્થાપક દેવકીનંદન ઠાકુર પોતાના નિવેદનને લઈને મોટા ભાગે ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા તેમણે મંદિર અને મસ્જિદને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે મંદિર સરકારના આધિન થઈ શકે છે, તો મસ્જિદ કેમ નહીં. આ ઉપરાંત તેમણે વેબ સીરિઝ પર પણ રોક લગાવાની માગ કરી હતી.