સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડાએ પોતાના સ્વખર્ચે 100 ફેન્સને મનાલી ફરવા મોકલીયા

  • vatannivat
  • 20-02-2023 07:15 AM

વિજય દેવરકોંડાએ પોતાના ખર્ચે 100 ફેન્સને મનાલી ફરવા મોકલ્યા

સાઉથ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિજય દેવરકોંડાની ફેન ફોલોવિંગ બહુ જબરદસ્ત છે.વિજય પણ ફેન્સના દિલ જીતવામાં ક્યારેય પાછી પાની કરતો નથી. અને હાલમાં વિજય દેવરકોંડાએ એવું કર્યું છે, કે જેનાથી તે ખબરોમાં છવાઈ ગયો છે. જેમાં વિજય દેવરકોંડાએ પોતાના ખર્ચે તેના 100 ફેન્સને મનાલી ફરવા માટે મોકલ્યા છે. આ 100 ભાગ્યશાળી ફેન્સ વિશે વિજયે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી જણાવ્યું.


વિજય દેવરકોંડા છેલ્લા ઘણા સમયથી પોતાના ફેન્સ માટે ધાર્મિક ટ્રિપ્સ સ્પોન્સર કરી રહ્યો છે. આવામાં તેના 100 ફેન્સને આ વખતે મનાલી ફરવાનો મોકો મળ્યો છે. વિજયે એક ટ્‌વીટમાં આ 100 ફેન્સના નામ જણાવ્યા , અને આ નામો રેન્ડમલી પસંદ કર્યા હતા. જે પછી બીજા ટ્‌વીટમાં વિજયે ફેન્સનો વિડીયો શેર કર્યો હતો. જેમાં વિજયે જણાવ્યું હતું કે આ વિડીયો ફ્લાઈટમાંથી તેના ફેન્સે મોકલ્યો છે.


લોકેશન પસંદ કરવાનું વિજયે ફેન્સને કહ્યું હતું  

વિજય દેવરકોંડા આ કામ 5વર્ષ પહેલા શરુ કર્યું હતું. આ વખતે ટ્રીપ માટે સૌ પ્રથમ તેણે 25 ડિસેમ્બરના રોજ પોસ્ટ કરી જણાવ્યું હતું. વિજયે તે બાદ પણ આને લઈ ઘણાં ટ્‌વીટ કર્યા હતા અને ફેન્સને લોકેશન પસંદ કરવા કહ્યું હતું. જેના બાદ અંતે મનાલીને પસંદ કરવામાં આવ્યું હતું. આ ટ્રીપ સંપૂર્ણપણે વિજય સ્પોન્સર કરશે.