સાઉથના કોમેડિયનની કામથી કરોડોની કમાણી, બ્રહ્માનંદમની આ વાતો તમને ચોંકાવી દેશે

  • vatannivat
  • 03-02-2023 04:57 AM

સાઉથની ફિલ્મોમાં એકથી એક દિગ્ગજ કલાકારો દેખાય છે અને કેટલાક એવા કલાકારો છે, જે સ્ક્રીન પર આવીને દર્શકોની ભીડમાં કાયમ માટે વસી જાય છે. તમે સાઉથની ફિલ્મોમાં ઘણા કોમેડિયન જોયા જ હશે, પરંતુ આ ઈન્ડસ્ટ્રીમાં એક કોમેડિયન છે, જેના ડાયલોગ,ચહેરાના હાવભાવ,કે ગુસ્સા ના હાવભાવથી લોકોને ફેન બનાવી દીધા છે. સાઉથની ફિલ્મોમાં આ કોમેડિયનની એટલી ડિમાન્ડ છે કે, તે લગભગ દરેક બીજી ફિલ્મમાં જોવા મળે છે. આ વાત કોમેડી કિંગ બ્રહ્માનંદમની છે, જેઓ દક્ષિણ સિનેમાના દિગ્ગજ અભિનેતાઓમાંના એક છે. લોકો તેને જોવાનું ખુબજ પસંદ કરે છે.


બ્રહ્માનંદમ માત્ર એક પ્રખ્યાત અભિનેતા અને હાસ્ય કલાકાર જ નથી, સાથે એક સારો નિર્દેશક પણ છે. જેમણે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. સુપરસ્ટાર બ્રહ્માનંદમનો જન્મ દક્ષિણ ભારતના ગુંટુરમાં થયો હતો. તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી, તેમ છતાં તેઓ તેમના પરિવારમાં એકમાત્ર એવા વ્યક્તિ હતા કે જેને ફિલ્મોમાં કામ કરતા પહેલા કોલેજમાં અભ્યાસ કર્યો હતો. વર્ષ 1987માં તેણે ફિલ્મ 'આહા ના પેલાંતા'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં સર્વશ્રેષ્ઠ અભિનય માટે બ્રહ્માનંદમને એવોર્ડ મળ્યા હતા

વધુ માં જણાવીએ તો બ્રહ્માનંદમ બહુ-પ્રતિભાશાળી વ્યક્તિ છે. તે તેના ફ્રી સમયમાં ચિત્રકામ અને શિલ્પ બનાવવાનું પસંદ કરે છે . અભિનેતાને ફ્રી  સમયમાં પુસ્તકો વાંચવાનું પણ પસંદ છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન,  બ્રહ્માનંદમએ જણાવ્યું હતું કે જો તમે કોમેડિયન છો તો તમારે સંપૂર્ણપણે આરામદાયક રેહવું જોઈએ અને હંમેશા તમારી આસપાસની ગતિવિધિઓ પર નજર રાખવી જોઈએ. એવું કહેવાય છે કે બ્રહ્માનંદમ જે પણ ફિલ્મમાં રોલ કરીયો હોય તે ફિલ્મ હિટ થાય એ નક્કી જ હોય છે.


બ્રહ્માનંદમે 1100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. આટલી બધી ફિલ્મોમાં કામ કરનાર તે દુનિયાનો એકમાત્ર અભિનેતા છે. બ્રહ્માનંદમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. આ સમયમાં, જેમ જેમ સાઉથની ફિલ્મોની લોકપ્રિયતા વધી રહી છે અને હિન્દી ભાષાના રાજ્યોમાં પણ તેને પસંદ કરવામાં આવી રહી છે, તેમ બ્રહ્માનંદમ પણ તેમની વચ્ચે વધુ લોકપ્રિય બની રહ્યા છે.