રણથંભોરમાં સોનિયા ગાંધી ઉજવશે પોતાનો જન્મદિવસ, વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

  • vatannivat
  • 09-12-2022 07:06 AM

- આજે 9 ડિસેમ્બરે સોનિયા ગાંધીનો 76મો જન્મદિવસ

- ભારત જોડો યાત્રામાં 10 ડિસેમ્બરે સોનિયા ગાંધી સામેલ થશે

સોનિયા ગાંધી રાજસ્થાનનાં ચાર દિવસીય પ્રવાસે

આજે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીનો જન્મદિવસ છે. સોનિયા ગાંધી તેમનો 76મો જન્મદિવસ રાજસ્થાનના રણથંભોરમાં ઉજવશે. તે ચાર દિવસીય રાજસ્થાનનાં પ્રવાસે છે. મળતી માહિતી મુજબ સોનિયા ગાંધી રાજસ્થાનમાં ભારત જોડો યાત્રામાં પણ સામેલ થશે. નોંધનીય છે કે સોનિયા ગાંધી પાર્ટીના સાંસદોની બેઠકની અધ્યક્ષતા કરવાના હતા અને કેટલાક સાંસદોને સંદેશ પણ મોકલવામાં આવ્યો હતો કે તેઓ આ બેઠકમાં હાજર રહે. પરંતુ છેલ્લી ઘડીએ પ્લાન બદલાઈ ગયો હતો અને સોનિયા ગાંધી રાજસ્થાનના પ્રવાસે રવાના થઇ ગયા હતા. બીજી તરફ પ્રિયંકા ગાંધી પણ રાજસ્થાન પહોંચી ગયા છે. ગુરુવારે ભારત જોડો યાત્રાનો કાર્યક્રમ ટૂંકો હતો. યાત્રીઓ સવારમાં જ ચાલ્યા હતા. સાંજનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. શુક્રવાર ભારત જોડો યાત્રાનો વિરામ દિવસ છે. રાહુલ ગાંધી ગુરુવારે જ બુંદીથી રણથંભોર જવા રવાના થયા હતા.

10 ડિસેમ્બરે સોનિયા ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી ભારત જોડો યાત્રામાં ભાગ લેશે

ગાંધી પરિવાર રણથંભોર ટાઈગર રિઝર્વ પાસેના તેઓના મિત્રો અંજલિ અને જેસલ સિંહની માલિકીનાં વૈભવી રિસોર્ટ સુજાન શેર બાગમાં રહે છે. બીજી નોંધનીય વાત તો એ  છે કે અંજલિ અને જેસલ સિંહ ની સાથે મળીને પ્રિયંકા ગાંધીએ પણ 'રણથંભોરઃ ધ ટાઈગર્સ રિયલમ' પુસ્તકની સહલેખક છે. જયપુરથી સોનિયા ગાંધી ગુરુવારે હેલિકોપ્ટર દ્વારા સવાઈ માધોપુર પહોંચ્યા હતા. થોડા કલાકો બાદ રાહુલ અને પ્રિયંકા પણ તેમની માતા પાસે આવેલા રિસોર્ટમાં પહોંચી ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ સોનિયા ગાંધીની સાથે પ્રિયંકા પણ 10 ડિસેમ્બરના રોજ ભારત જોડો યાત્રામાં ભાગ લેશે, જે મહિલા સહભાગીઓ માટે આરક્ષિત દિવસ છે.

વડાપ્રધાન મોદીએ સોનિયા ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે 'શ્રીમતી સોનિયા ગાંધીને જન્મદિવસની શુભેચ્છાઓ. તેમના જન્મદિવસ પર તેમને લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા.