સામાજિક કાર્યકર અને "સેવા" સંસ્થાનાં સ્થાપક ઇલાબેન ભટ્ટનું નિધન

  • vatannivat
  • 02-11-2022 12:21 PM

- ઇલાબેન ભટ્ટે 89 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

- ઈલાબેને મહિલા સશક્તિકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી

"સેવા" સંઘની સ્થાપના કરી હતી

પદ્મ ભૂષણ વિજેતા અને સામાજિક કાર્યકર્તા ઈલા ભટ્ટનું આજે અમદાવાદખાતે નિધન થયું છે. તેમણે 89 વર્ષની વયે અમદાવાદની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. ઇલાબેને મહિલા સશક્તિકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે અનેક અભિયાનો દ્વારા મહિલાઓના અધિકારો માટે લડત આપી હતી. ઇલાબેન ભટ્ટે સ્વાશ્રયી મહિલા સેવા સંઘ સાથે પણ લાંબા સમય સુધી કામ કર્યું છે. તે સંસ્થા તેમના દ્વારા સ્થાપવામાં આવી હતી. 1972 થી 1996 સુધી તેઓએ આ સંગઠનમાં જનરલ સેક્રેટરી તરીકે કામ કર્યું હતું.

ઈલાબેન ભટ્ટને મળેલ પુરસ્કારો  

ઇલા ભટ્ટને ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. 1977માં તેમને રેમન મેગ્સેસે એવોર્ડ મળ્યો હતો. આ પછી તેમને 1986માં રાઈટ લાઈવલીહુડ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. બાદમાં તેમને ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણ જેવા પુરસ્કારોથી પણ નવાજવામાં આવ્યા હતા. 2011માં ઈલા ભટ્ટને ગાંધી શાંતિ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. તેમને અન્ય ઘણા પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ગ્લોબલ ફેરનેસ એવોર્ડ, રેડક્લિફ મેડલ, રાઈટ લાઈવલીહુડ એવોર્ડનો સમાવેશ થાય છે. 

ઈલાબેન ભટ્ટના પરિવાર વિષે

ઇલાભટ્ટે 1956માં રમેશ ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો છે - અમીમી અને મિહિર. તેમનો આખો પરિવાર અમદાવાદમાં રહે છે. ઇલા ભટ્ટના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ જેવા અનેક નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.