સ્મૃતિ ઈરાનીએ બાળકો સામેના ગુનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી, જાણો શું કહ્યું

  • vatannivat
  • 10-12-2022 11:26 AM

- POCSO કેસનો નિકાલ કરવામાં સરેરાશ 509 દિવસ લાગે છે : કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી

- ઈરાનીએ મંત્રાલય દ્વારા વધુ શું કરી શકાય તે અંગે ન્યાયધીશો પાસે સૂચનો માંગ્યા

બાળકો સામે થતા જાતીય અપરાધો પર સ્મૃતિ ઈરાનીએ ચિંતા વ્યક્ત કરી

સુપ્રિમ કોર્ટ દ્વારા પહેલા જ બાળકો સામે થતા જાતીય અપરાધો પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હવે મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ દરમ્યાન તેઓએ કહ્યું કે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) કેસનો નિકાલ કરવામાં સરેરાશ સમય 509 દિવસનો છે. આ સાથે તેમણે કેસના ઝડપી નિકાલ માટે એક માળખું બનાવવા બાળકો સામેના ગુનાઓ ઉકેલવા માટે ન્યાયાધીશો પાસેથી સૂચનો મંગાવ્યા હતા.

સ્મૃતિ ઈરાનીએ શું કહ્યું

શનિવારે POCSO પર નેશનલ સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશનના એક કાર્યક્રમને સંબોધતા મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે તમામ POCSO કેસોમાંથી 56 ટકા જાતીય હુમલાના ગુનાઓથી સંબંધિત છે. POCSO એક્ટ 2012નો ઉદ્દેશ્ય બાળકોને જાતીય હુમલા, જાતીય સતામણી અને પોર્નોગ્રાફીના ગુનાઓથી બચાવવાનો છે અને આવા ગુનાઓની સુનાવણી માટે વિશેષ અદાલતોની સ્થાપના કરવાની જોગવાઈ છે. મંત્રી સ્મૃતિ ઈરાનીએ વધુમાં  કહ્યું કે POCSO કેસનો નિકાલ કરવામાં સરેરાશ 509 દિવસ લાગે છે. તેઓએ સંબોધનમાં જણાવ્યું કે ન્યાયાધીશોને મારી વિનંતી છે કે તમે અમને માળખાકીય રીતે જણાવો કે મંત્રાલય દ્વારા વધુ શું કરી શકાય છે જેથી અમે આપણા બાળકોના નિરાકરણને ઝડપી બનાવવા માટે અમારા દેશની ન્યાય પ્રણાલી સાથે ભાગીદારીની ખાતરી કરી શકીએ.