જમ્મુ-કાશ્મીર માં રાવી નદી પર શાહપુર કાંડી ડેમ બનાવ્યો, મોદી સરકારે પાકિસ્તાનનું પાણી કાપી નાખ્યું

  • vatannivat
  • 26-02-2024 05:12 PM

- પીએમ મોદી ભારતે રાવી નદીનું પાણી પાકિસ્તાનને અટકાવ્યું: 

 ભારતમાંથી વહેતી રાવી નદીનું પાણી હવે પાકિસ્તાનમાં નહીં જાય. પંજાબના શાહપુર કાંડી ડેમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે ડેમમાં પાણીનો સંગ્રહ શરૂ થઇ ગયું  છે. આ ડેમમાં આશરે 400 ફૂટ પાણીનો સંગ્રહ થયા બાદ જ સિંચાઈ માટે પાણી આપવામાં આવશે.  જમ્મુ-કાશ્મીરમાં 32 હજાર હેક્ટર અને પંજાબમાં 5 હજાર હેક્ટર જમીનને પાણી મળશે. આ પ્રોજેક્ટ 200 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરશે .હવે આ ડેમમાંથી જમ્મુ-કાશ્મીરને 1150 ક્યુસેક અને પંજાબને 200 ક્યુસેક પાણી મળશે. જમ્મુ-કાશ્મીરમાં હાલમાં 1378 મીટર લાંબી નહેરનું બાંધકામ ચાલી રહ્યું છે. બાંધકામ સાથે જ જમ્મુ-કાશ્મીરના ખેડૂતોને પાણી મળવા લાગશે. નદીના પાણી અંગેના કરાર મુજબ રાવીના પાણી પર ભારતનો સંપૂર્ણ અધિકાર છે. ડેમના અભાવે રાવી નદીનું લગભગ 2 મિલિયન એકર ફૂટ પાણી માધોપુરની નીચે પાકિસ્તાનમાં વહી રહ્યું હતું.

-મોદી સરકારનું સપનું સાકાર થયું

જમ્મુ અને કાશ્મીરને પાણી આપવા માટે કેન્દ્ર સરકારે 2018માં શાહપુર-કાંડી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ ડેમ હવે રૂ. 2793 કરોડના ખર્ચે સંપૂર્ણ રીતે બાંધવામાં આવ્યો છે. 1979 માં રણજીત સાગર ડેમના નિર્માણ દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના ખેડૂતોને તેમના હકનું પાણી આપવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ પંજાબ વચન પાછું ફેરવી ગયું.

-કેનાલ તૈયાર, ડેમ બંધાયો નથી

જમ્મુ અને કાશ્મીરને યોગ્ય પાણી આપવા માટે 60 કિલોમીટર લાંબી રાવી-તવી નહેર 1996માં બનાવવામાં આવી હતી. કેનાલ બનાવવામાં આવી હતી પરંતુ ડેમના અભાવે પાણી મળતું ન હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર 2014માં બની હતી. આ પછી મામલો સીધો વડાપ્રધાન કાર્યાલયના ધ્યાને આવ્યો.તે પછી કેન્દ્રએ ડેમ પ્રોજેક્ટ માટે મદદ કરી અને હવે ડેમનું પાણી પાકિસ્તાનને આપવાનું બંધ કરીયું છે.

-રાવી નદીના પાણી પર ભારતનો અધિકાર છે

ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા હતા. આ સંધિ અનુસાર રાવી, સતલજ અને બિયાસ નદીઓના પાણી પર ભારતનો અધિકાર છે અને સિંધુ, ઝેલમ અને ચિનાબ પર પાકિસ્તાનનો અધિકાર છે. ડેમ ન બાંધવાના કારણે રાવીનું પાણી પણ પાકિસ્તાન માં જતું હતું. હવે ભારત તેના હિસ્સાનો સંપૂર્ણ ઉપયોગ કરશે. રાવીનું પાણી પંજાબ અને જમ્મુ-કાશ્મીરના ખેડૂતોની જમીનને સિંચાઈ કરશે.