24 કલાકની અંદર વંદે ભારત ટ્રેન પર બીજી વાર પથ્થરમારાની ઘટના, જાણો ક્યાં બની ઘટના

  • vatannivat
  • 05-01-2023 06:21 AM

- પશ્ચિમ બંગાળના હાવડા અને ન્યૂ જલપાઈગુડીને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ઉપર પથ્થરમારા કરાયો

- પથ્થરમારાના કારણે ટ્રેનના કોચનો કાંચ તૂટી ગયો હતો

ઘટના દરમિયાન કોઈ મુસાફરને ઈજા પહોંચી નથી.

24 કલાકની અંદર વંદે ભારત ટ્રેન પર બીજી વાર પથ્થરમારાની ઘટના સામે આવી છે. તાજેતરમાં જ PM MODI એ હાવડાથી ન્યૂ જલપાઈગુડી વચ્ચે વંદે ભારત ટ્રેનની ભેટ લોકોને અર્પિત કરી હતી. આ ટ્રેન પર છેલ્લા ચોવીસ કલાકની અંદર બીજીવાર પથ્થરમારાની ઘટના સામે આવી છે. પથ્થરમારાના કારણે ટ્રેનના કોચનો કાંચ તૂટી ગયો છે. જો કે, આ ઘટના દરમિયાન કોઈ મુસાફરને ઈજા પહોંચી નથી. ચાલતી ટ્રેન પર પથ્થરમારો કરવાની આ કોઈ પહેલી ઘટના નથી, પરંતુ આવું થવાથી યાત્રીઓમાં ભય અને અસુરક્ષાનો ડર પેદા થશે, સાથે જ રેલવેની સંપતિને નુકસાન પોહ્ચે છે. આવું કરનારાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. આવું કરતા કોઈ વ્યક્તિ પકડાઈ તો તેને જેલની સજા પણ થઈ શકે છે. 

પથ્થરમારાના કારણે ટ્રેનના કોચનો કાંચ તૂટી ગયો 

રેલવેના જણાવ્યા મુજબ, પહેલી ઘટના સોમવારે બની હતી. ન્યૂ જલપાઈગુડીથી હાવડા પરત ફરી રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. માલદા જિલ્લાના કુમારગંજની પાસે આ ઘટના બની હતી. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પથ્થરમારાના કારણે ટ્રેનના કોચ C -13 ના ગેટનો કાચ તૂટી ગયો હતો. તો મંગળવારે ફરીથી ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. PM MODI એ ગઈ 30 ડિસેમ્બરના રોજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની હાજરીમાં હાવડા અને ન્યૂ જલપાઈગુડીને જોડતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. PM MODI એ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ટ્રેનને લીલી ઝંડી આપી હતી. 

આની પેહલા પણ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની ઘટના બની છે  

આ પહેલાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની ઘટના બની હતી. 15 ડિસેમ્બરના રોજ છત્તીસગઢમાં નાગપુર-બિલાસપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પ્થ્થરમારો કરયો હતો, તેના કારણે ટ્રેનની બારીના કાચ તૂટી ગયા હતા. જો કે, આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા પહોંચી નહોતી. આ ઘટના દુર્ગ અને ભિલાઈ સ્ટેશનની વચ્ચે બની હતી. 

પશ્ચિમ બંગાળમાં ભાજપના અધ્યક્ષ સુકાંત મજૂમદારે આરોપ લગાવ્યો

પશ્ચિમ બંગાળમાં ભાજપના અધ્યક્ષ સુકાંત મજૂમદારે આરોપ લગાવ્યો કે,2019 માં CAA ના વિરોધ પ્રદર્શનમાં સામેલ લોકો જ ટ્રેનમાં તોડફોડમાં સામેલ છે. તેઓએ કહ્યું કે, આ એક શરમનજક ઘટના છે કે, વંદે ભારત એક્સપ્રેસ પર કોઈ બીજા રાજ્યમાં હુમલો કે તોડફોડ કરવામાં આવી નથી. રાજ્ય સરકાર પોતના વોટ બેંકને સુરક્ષિત રાખવા માટે ગુનેગારો વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરે.