સાચવજો! ભારતમાં પણ તુર્કી જેવા ભૂકંપની સંભાવના, NGRIએ આપી ચેતવણી

  • vatannivat
  • 23-02-2023 09:15 AM

- તુર્કી જેવા ભૂકંપની ભારતમાં સંભાવના: NGRI

- ઉત્તરાખંડનો ભૂકંપ જમ્મુ-કાશ્મીરથી અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલો રહશે

NGRI નવ મુખ્ય વૈજ્ઞાનિકે ઉત્તરાખંડમાં તુર્કી જેવા ભૂકંપની ચેતવણી આપી

તુર્કીમાં આવેલા ભૂકંપમાં હજારો લોકોના મોત થયા હતા. જેમાં લાખો લોકો બેઘર બન્યા તેમજ ઘણા લોકો ઘાયલ થયા હતા. છેલ્લા ઘણા દિવસોથી તુર્કીમાં સતત બચાવ કામગીરી ચાલી રહી છે. બધાની વચ્ચે ભારતના નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (NGRI)ના મુખ્ય વૈજ્ઞાનિકે ઉત્તરાખંડમાં પણ તુર્કી જેવા ભૂકંપની ચેતવણી આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે તુર્કીની તીવ્રતાનો ભૂકંપ ઉત્તરાખંડમાં પણ આવી શકે તેવી સંભાવના રહેલી છે.

GPS ઉત્તરાખંડની નીચેની સપાટીના ફેરફાર સુચવે છે

NGRIના વૈજ્ઞાનિક ડો. એન પૂર્ણચંદ્ર રાવે એક અખબાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ ક્ષેત્રમાં સપાટી નીચે ખુબ તણાવ પેદા થઈ રહ્યો છે તેથી તણાવને દૂર કરવા માટે એક ભૂકંપનું આવવું ફરજીયાત હોય છે. પરંતુ ભૂકંપની તારીખ અને સમયની ભવિષ્યવાણી કરી શકાય. તેમણે વધુમાં કહ્યું, "અમે ઉત્તરાખંડ પર કેન્દ્રીત હિમાલયના ક્ષેત્રમાં લગભગ 80 સિસ્મિક સ્ટેશનો સ્થાપિત કરી, પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. અમારા ડેટા પ્રમાણે તણાવ ઘણા સમયથી એકઠો થઈ રહ્યો છે. અમારી પાસે વિસ્તારમાં GPS નેટવર્ક છે. " GPS પોઈન્ટ ખસેડી રહ્યો છે, જે સપાટીની નીચે ફેરફારો સૂચવે છે."  નોંધનીય છે કે વેરિયોમીટર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ભિન્નતાને માપે છે. 8 અને તેનાથી વધુ તીવ્રતાના ભૂકંપોનેગ્રેટ અર્થક્વેકકહેવામાં આવે છે.

ઉત્તરાખંડના ભૂકંપની તીવ્રતા તુર્કી કરતા વધુ અથવા સમાન હશે

NGRIના વૈજ્ઞાનિકે વધુમાં કહ્યુ કે તુર્કિએમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ટેક્નિકલ રીતે તેને એક મોટો ભૂકંપ કહી શકાય, પરંતુ ખરાબ ગુણવત્તાવાળા નિર્માણ સહિત ઘણા કારણોને લીધે તુર્કિએમાં તબાહી વધુ થઇ હતી. તેમણે કહ્યું હતું કે હિમાલયના ક્ષેત્રમાં 8થી વધુની તીવ્રતાનો ભૂકંપ આવવાની સંભાવના છે. વિસ્તાર જમ્મુ-કાશ્મીરથી અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલો છે. "નુકસાન કેટલું થશે તે વસ્તીની ગીચતા, ઇમારતોની ગુણવત્તા, પર્વતો અથવા મેદાનો પરના બાંધકામ પર આધાર રાખે છે. એવું માનવામાં આવે છે કે ભૂકંપની તીવ્રતા તુર્કીના સમાન અથવા તેના કરતા વધુ હશે."