સાનિયા મિર્ઝા અને બેથેની અબુ ધાબી ઓપનના પ્રથમ રાઉન્ડમાં હાર્યા

  • vatannivat
  • 08-02-2023 05:41 AM

-સાનિયા લાંબા સમય સુધી વિમેન્સ ડબલ્સ રેન્કિંગમાં નંબર 1 સ્થાન ધરાવે છે

-સાનિયા અને તેની અમેરિકન પાર્ટનર બેથેનીને અબુ ધાબી ઓપનના પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો  

દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ સાનિયાની છેલ્લી ટુર્નામેન્ટ

બેલ્જિયમ-જર્મન જોડીએ એક કલાક અને 13 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં સાનિયા-બેથેનીની જોડીને 3-6, 4-6થી હરાવી હતી. છ વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતા સાનિયાએ પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે 19 ફેબ્રુઆરીથી યોજાનારી દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ તેની કારકિર્દીની છેલ્લી ટુર્નામેન્ટ હશે.


સાનિયા અને રોહન બોપન્નાની જોડી ફાઇનલમાં હારી હતી 

ગયા મહિનામાં સાનિયા અને રોહન બોપન્નાની જોડી વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનની મિક્સ ડબલ્સની ફાઇનલમાં પહોંચેલ હતી. તેમને ફાઇનલ મેચમાં બ્રાઝિલની લુઈસા સ્ટેફની અને રાફેલ માટોસ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સાનિયાનો આ છેલ્લો ગ્રાન્ડ સ્લેમ હતો. સાનિયા અને રોહન બોપન્ના મિક્સ ડબલ્સની ફાઇનલમાં 6-7, 6-2થી હારી ગયા હતા. સાનિયા અને રોહનને બ્રાઝિલની લુઈસા સ્ટેફની અને રાફેલ માટોસની જોડીએ તેમને હાર આપી હતી.


સાનિયા મિર્ઝાનું કરીઅર 

સાનિયાએ પોતાની કારકિર્દીમાં 43 WTA ટાઇટલ જીત્યા હતા. તેણે મહિલા ડબલ્સ કેટેગરીમાં ત્રણ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ પણ જીત્યા છે. 2016માં તે ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા ડબલ્સ ચેમ્પિયન બની હતી. સાનિયાએ મિક્સ ડબલ્સમાં ત્રણ ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. 2009માં તેણે ઓસ્ટ્રેલિયન ઓપનમાં આ કેટેગરીમાં ટાઈટલ જીત્યું હતું. સાનિયા લાંબા સમય સુધી વિમેન્સ ડબલ્સ રેન્કિંગમાં નંબર 1 સ્થાન ધરાવે છે. તેમ છતાં,કારકિર્દીના છેલ્લા ગ્રાન્ડ સ્લેમમાં તે જીતથી એક ડગલું દૂર રહી હતી.