સામંથાની 'શકુંતલમ'ની રિલીઝ ડેટ બદલાઈ, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ

  • vatannivat
  • 08-02-2023 07:09 AM

સામંથા રૂથ પ્રભુ સાઉથની શ્રેષ્ઠ અભિનેત્રી છે. તેણે એકથી એક સારી ફિલ્મોમાં કામ કર્યું છે. તાજેતરમાં સામંથાએ તેની બીમારી વિશે ખુલાસો કર્યો હતો, જેના પછી અભિનેત્રીના ચાહકો ખૂબ નિરાશ થયા હતા. તાજેતરમાં જ સામંથાએ તેના સોશિયલ મીડિયા પર ફિલ્મ શંકુતલાની કેટલીક તસવીરો શેર કર્યા બાદ અભિનેત્રીના ચાહકો તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ફરી એકવાર શંકુતલમની રિલીઝ ડેટ બદલવામાં આવી છે.


શકુંતલમના નિર્માતાઓએ કહ્યું છે કે આ ફિલ્મ હવે 17 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં આવશે નહિ. નવી રીલીઝ તારીખ અંગે ટૂંક સમયમાં જાણ કરવામાં આવશે. આ ફિલ્મ મૂળ તેલુગુમાં રિલીઝ થવાની છે, પરંતુ તે એક પૅન ઈન્ડિયા ફિલ્મ છે. આ ફિલ્મ ગુણશેખરે લખી છે અને દિગ્દર્શિત કરી છે. રિલીઝ નિવેદનમાં લખવામાં આવ્યું છે કે, જણાવતા અફસોસ થાય છે કે અમે આ 17મી ફેબ્રુઆરીએ શકુંતલમને રિલીઝ નહીં કરી શકીએ. નવી રિલીઝ ડેટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે'.


આ ફિલ્મ સાથે આવું બીજી વખત બની રહ્યું છે જ્યારે તેની રિલીઝ ડેટ બદલવામાં આવી રહી છે. આ પહેલા આ ફિલ્મ 4 નવેમ્બરના રોજ રીલિઝ થવાની હતી. પરંતુ ત્યાર બાદ તેની તારીખ બદલીને 17 ફેબ્રુઆરી કરવામાં આવી હતી. ફિલ્મની વાર્તા રાજા દુષ્યંત અને શકુંતલાની દંતકથાથી પ્રેરિત છે અને તે મહાન કવિ કાલિદાસ દ્વારા રચિત સંસ્કૃત નાટક અભિજ્ઞાન શકુંતલમ પરથી રૂપાંતરિત છે. આ ફિલ્મમાં સામંથા મુખ્ય ભૂમિકામાં છે.


હાલમાં જ સામંથાની આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને વરુણ ધવન દ્વારા રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં સામંથા અને દેવ મોહન ઉપરાંત અલ્લુ અર્હા, સચિન ખેડેકર, કબીર બેદી, ડૉ. મોહન બાબુ, પ્રકાશ રાજ, મધુબાલા, ગૌતમી, અદિતિ બાલન, અનન્યા નાગલ્લા, જિશુ સેનગુપ્તા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. નોંધનીય છે કે એવા અહેવાલો હતા કે સામંથા અને કાર્તિક આર્યનની ફિલ્મ શહેજાદા ટક્કર થવા જઈ રહી છે કારણ કે બંને ફિલ્મો 17 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી. બીજી તરફ શહેજાદાની વાત કરીએ તો આ ફિલ્મ પણ 10 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ બાદમાં તેની તારીખ પણ બદલી દેવામાં આવી છે.