જૂનાગઢ ભવનાથ ક્ષેત્રના સાધુ સંતોએ સાઇકલ રેલી યોજી મતદાન માટે લોકોને કરી અપીલ

  • vatannivat
  • 22-11-2022 06:47 AM

- લોકશાહીના મહાપર્વમાં મતદાનની ટકાવારી વધે તે માટે ગિરનાર મંડળના સંતોએ સાઇકલ રેલી યોજી 

- આપણને કેવા પ્રકારની સરકાર જાેઈએ છે તે આપણા દેશવાસીઓના હાથમાં : ઇન્દ્રભારતી બાપુ

રેલીમાં નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ 

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર ઉપરાંત અનેક સંસ્થાઓ દ્વારા પણ કાર્યક્રમો તેમજ અનુરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભવનાથ ક્ષેત્રના સાધુ સંતો દ્વારા સાઇકલ પર સવાર થઈ મતદાન જાગૃતતા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. જૂનાગઢની ૫ વિધાનસભા બેઠકોની ૧ ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે, ત્યારે લોકશાહીના મહાપર્વમાં મતદાનની ટકાવારી વધે તે માટે ગિરનાર મંડળના સંતોએ સાઇકલ રેલી યોજી હતી. સાંજના ભવનાથ મહાદેવના પાવન સાનિધ્યેથી ગિરનાર મંડળ સાધુ સમાજના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુની આગેવાનીમાં શરૂ થયેલી અને કાળવા ચોકમાં પુરી થયેલી મતદાન જાગૃતિ અર્થેની સાઇકલ રેલીમાં અનેક સાધુ, સંતો જાેડાયા હતા અને નાગરિકોને મતદાન કરવા અપીલ કરી હતી.

ઇન્દ્રભારતી બાપુએ શું કહ્યું

ગિરનાર મંડળ સાધુ સમાજના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે, બંધારણનો પર્વ એટલે કે ચૂંટણી. ચૂંટણીમાં મતદાન કરી લોકોએ પોતાની ફરજ અદા કરવી જાેઈએ. પહેલાના સમયે દેશ માટે લોકો માથા દેતા હતા પરંતુ હાલના સમયમાં મતદાન કરીને દેશ માટે કાર્ય કરવું જાેઈએ. દરેક નાગરિકે પોતાની સમજણ અને સુજબુઝથી મતદાન કરવું જાેઈએ. દેશનું શાસન કોણ ચલાવશે તે મતદાતા નક્કી કરે છે. માટે જ દરેક નાગરિકોએ પોતાની જવાબદારી સમજીને મતદાનને ગંભીરતાથી લેવું જાેઈએ અને મતદાન અવશ્ય કરવુ જાેઇએ. દેશનો નાગરિક મતદાન કરીને પોતાની ફરજ બજાવે છે. દેશના નાગરિકનો ધર્મ મતદાનમાં ભાગ લેવો અને દેશનો વિકાસ કરી શકે તેવા પ્રામાણિક પ્રતિનિધિને પસંદ કરવાનો છે. આપણને કેવા પ્રકારની સરકાર જાેઈએ છે તે આપણા દેશવાસીઓના હાથમાં છે. 

દરેક વ્યક્તિનો મત મૂલ્યવાન છે તે તેમને સમજાવવું જરૂરી

દરેકે મત આપવો જાેઈએ, કારણ કે દરેકનો અભિપ્રાય અલગ છે. ભારતીય લોકશાહીમાં નાગરિકો પાસે દેશના નેતૃત્વની અધ્યક્ષતા કોણ કરી શકે તે પસંદ કરવાની ક્ષમતા છે. નાગરિકોને આ રાજકીય દુનિયામાં તેમના વિચારો વ્યક્ત કરવાની તક મળે છે. લોકશાહીનો સમગ્ર ઉદ્દેશ્ય રાજકીય ૫રીપેક્ષમાં પોતાની વાત કહેવા અને દરેક નાગરિકનો અવાજ સાંભળવામાં આવે તેની ખાતરી કરવાનો છે. દેશને પ્રમાણિક નાગરિકોની જરૂર છે. દેશના નેતાને પસંદ કરવામાં સામાન્ય જનતા મહત્વની ભૂમિકા ભજવે છે. જાે તમામ લોકો પોતપોતાની ફરજને યોગ્ય રીતે સમજીને મતદાન કરે તો ચોક્કસ દેશને સારી સરકાર મળે છે. દેશના નાગરિકો હંમેશા વિચારે છે કે એવા પ્રતિનિધિ અને ઉમેદવાર ઊભા હોવા જાેઈએ જે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર બનાવી શકે. ભ્રષ્ટ નેતાઓ આવી ચૂંટણીઓ ત્યારે જ જીતે છે જ્યારે તમામ નાગરિકો મતદાનમાં ભાગ લેતા નથી. મતદાનમાં ભાગ ન લઈને કેટલાક નાગરિકો દેશની પ્રગતિની લગામ ખોટા વ્યક્તિના હાથમાં મૂકી દે છે. જાે દરેક વ્યકિત મતદાન પ્રક્રિયામાં ભાગ લે અને યોગ્ય અને ઉચિત વ્યકિતની તરફેણમાં પોતાનો મત આપે તો જ યોગ્ય ઉમેદવાર ૫સંદ કરી શકાય છે. દરેક વ્યક્તિનો મત મૂલ્યવાન છે તે તેમને સમજાવવું જરૂરી છે.