રૂપકડે... રથકડે....જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યાં, જુઓ તસવીરો

  • vatannivat
  • 01-07-2022 01:54 PM

અમદાવાદખાતે ભગવાન જગન્નાથજીની 145 મી રથયાત્રા આજે તા.1 જુલાઈ 2022ને અષાઢી બીજના રોજ નીકળી હતી. આ રથયાત્રા તેના નક્કી કરાયેલ રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી હતી. ત્યારે રથયાત્રામાં કરતબબાજોએ પોતાના કરતબ બતાવી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તો કોરોના અંગે જાગૃતિ આપતા વિવિધ ટેબ્લો પણ રથયાત્રામાં સામેલ હતા. ત્યારે અહીં આપણે તસ્વીરોમાં જોઈએ સમગ્ર રથયાત્રા...

1. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાનની મંગળા આરતી ઉતારી હતી2. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી

3.રથયાત્રામાં ગજરાજ આકર્ષણનું કેન્દ્ર બન્યા4.જુદા જુદા કરતબ કરતા અખાડાઓ એ લોકોને આકર્ષિત કર્યા5.રથયાત્રામાં શિવલિંગ ના, દેશભક્તિના વિવિધ ટેબ્લો પણ હતા6.રથયાત્રા દરમ્યાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો7.હૈયે હૈયું દળાય તેટલી જનમેદની ભેગી થઈ હતી