રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલાયું, જાણો ક્યાં નામથી ઓળખાશે ગાર્ડન

  • vatannivat
  • 28-01-2023 12:19 PM

- અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે મુઘલ ગાર્ડન

- 31 જાન્યુઆરીથી લોકો માટે ખુલશે

અમૃત મહોત્સવ અંતર્ગત ગાર્ડનનું નામ બદલાયું

રાષ્ટ્રપતિ ભવનમાં મુગલ ગાર્ડન આવેલો છે. આ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું છે. આ ગાર્ડન હવેથી અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે. મળતી માહિતી મુજબ અમૃત મહોત્સવ અંતર્ગત મુગલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું છે. તે દર વર્ષે સામાન્ય લોકો માટે ખુલે છે. આ વર્ષે પણ તે 31મી જાન્યુઆરીથી ખુલશે. લોકો બપોરે 12 થી 9 વાગ્યા સુધી અહીં ફરવા આવી શકે છે. ટ્યૂલિપ્સ અને ગુલાબની વિવિધ પ્રજાતિઓના ફૂલો જોવા લોકો અહીં જાય છે.

રોપા વાવવામાં એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો

રાષ્ટ્રપતિ ભવન સ્થિત અમૃત ઉદ્યાન પ્રવાસીઓ માટે આકર્ષણનું મોટું કેન્દ્ર છે. અહીં બ્રિટિશ અને મુગલ બંને ગાર્ડનની ઝલક જોઈ શકાય છે. તેને બનાવવા માટે એડવિન લ્યુટિયન્સે સૌ પ્રથમ દેશ અને વિશ્વના બગીચાઓનો અભ્યાસ કર્યો હતો. આ બગીચામાં રોપા વાવવામાં એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો.

ઉદ્યાનમાં એન્ટ્રી ફ્રી

જો મેટ્રો દ્વારા અમૃત ઉદ્યાન જવા માંગો છો તો સેન્ટ્રલ સેક્રેટરીએટ સૌથી નજીકનું મેટ્રો સ્ટેશન છે. નોંધનીય છે કે અમૃત ઉદ્યાનમાં એન્ટ્રી ફ્રી છે. અમૃત ઉદ્યાન સોમવારે બંધ રહે છે, આ ઉપરાંત આ વર્ષે પણ હોળીના દિવસે ઉદ્યાન બંધ રહેશે. અહીં ખાવા-પીવા લઈ જવાની સખત મનાઈ છે.