રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાજપ પર પ્રહાર, જાણો શું કહ્યું

  • vatannivat
  • 21-11-2022 08:10 AM

- ભાજપે ૨૭ વર્ષના શાસનમાં માત્ર મોટી-મોટી વાતો કરી : અશોક ગેહલોત 

- ભાજપની જ્યાં સરકાર છે, ત્યાં ભષ્ટાચાર છે: ગેહલોત

ગેહલોતે ગુજરાતમાં કોંગ્રેસની જીતનો વિશ્વાસ કર્યો

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ રાજસ્થાનના મુખ્યમંત્રી હાલ ગુજરાત પ્રવાસે છે. ત્યારે વિધાનસભા ચૂંટણી પર ગેહલોતનું નિવેદન સામે આવ્યું છે. વિધાનસભા ચૂંટણી મુદ્દે અશોક ગેહલોતે રણનીતિને લઈ નિવેદન આપતા કોંગ્રેસની જીતનો વિશ્વાસ કર્યો હતો. તેમણે અનેક મુદ્દાઓ પર પણ કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર કરતા જવાબ આપ્યા હતા. ભાજપ પર પ્રહાર કરતા તેઓએ ૨૭ વર્ષમાં સરકારે માત્ર મોટી-મોટી વાતો કર્યાનું જણાવ્યું હતું. 

૨૦૨૨માં કોંગ્રેસે ૧૨૫નો ટ્રાગેટ આપ્યો છે અને સફળ થશું : ગેહલોત

રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, ૨૭ વર્ષમાં ભાજપની સરકારે ખાલી મોટી-મોટી વાતો કરી છે. જેવી વાતો કરી તેવું કશું દેખાતું નથી. જ્યારે કોંગ્રેસ બોલે છે તે કરે છે. આજે ભષ્ટ્રાચાર દેખાય છે. બીજેપીની જ્યાં સરકાર છે, ત્યાં ભષ્ટાચાર છે. ૨૦૧૭માં ભાજપે ૧૫૦નો ટાર્ગેટ આપ્યો હતો, ૯૯એ આવીને રહી ગયા હતા. ૨૦૨૨માં કોંગ્રેસે ૧૨૫નો ટ્રાગેટ આપ્યો છે અને સફળ થશું. રાહુલ ગાંધીની યાત્રા એક મેસેજ આપી રહી છે. આ આઝાદી બાદ મજુબત યાત્રા છે.

ગેહલોતે કહ્યું કે જે વાયદાઓ આપ્યા છે તે રાજસ્થાનમાં કરી બતાવ્યું

અશોક ગેહલોતે મોંઘવારી, બેરોજગારીને મોટી સમસ્યા ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, મોંઘવારી અને બેરોજગારીની સમસ્યા સમાપ્ત થવી જાેઈએ. રાજસ્થાન મોડલ વિશે ગેહલોતે વાત કરતા કહ્યુ કે, અમે જે વાયદાઓ આપ્યા છે તે રાજસ્થાનમાં કરી બતાવ્યું છે. ગુજરાત અઝાદી પહેલાથી સક્ષમ રાજ્ય રહ્યું છે. ગુજરાતનું માન સન્માન પુરા દેશમાં છે.