વડાપ્રધાન મોદી ઉપર રાહુલ ગાંધીનાં પ્રહારો, અદાણી મુદ્દે કર્યો કટાક્ષ

  • vatannivat
  • 17-02-2023 08:43 AM

- પીએમ મોદીએ નાના વેપારીઓને ધનિક બનાવવા માટે જાદૂ કેમ ન ચલાવ્યો? : રાહુલ ગાંધી

- અદાણી મુદ્દે ઉંડાણપૂર્વકની તપાસ જરૂરી : કોંગ્રેસ

વર્તમાન સરકારના મિત્રકાળ દરમિયાન ૭૬ ટકા સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો કોઈ ફાયદો થયો નથી : રાહુલનો કટાક્ષ

હિંડનબર્ગનાં અદાણીના અહેવાલ બાદ વિપક્ષ સતત સરકાર ઉપર હાવી થઇ રહ્યો છે. ત્યારે કોંગ્રેસના સાંસદ અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે પ્રધાનમંત્રી મોદીના અમૃત કાળ પર કટાક્ષ કર્યો હતો. કટાક્ષ કરતા ગાંધીએ આરોપ મૂક્યો હતો કે વર્તમાન સરકારના મિત્રકાળ દરમિયાન 76 ટકા સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો કોઈ ફાયદો થયો નથી. રાહુલે અદાણીનું નામ લીધા વિના વડાપ્રધાન મોદી સામે આડકતરી રીતે નિશાન સાધતા સવાલ કર્યો હતો કે મિત્રને દુનિયાનો બીજો સૌથી ધનિક બનાવવાનો જાદુ નાના વેપારીઓ પર કેમ નથી ચાલ્યો?

રાહુલ ગાંધીએ શું કહ્યું

આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક અહેવાલને ઉલ્લેખીને ટિ્‌વટ કરી લખ્યું હતું કે  “મિત્ર કાળની કહાનીઃ ૭૬ ટકા MSMEને કોઈ નફો ન થયો, 72 ટકાની તો આવક પણ આવતી અટકી ગઈ અથવા તો ઘટી ગઇ છે કે પછી બંધ જ થઈ ગઈ છે.” 62 ટકા લોકો એવા હતા જે માત્ર બજેટથી નિરાશ હતા. અહીં રાહુલે વધુ એક સવાલ કરતા જણાવ્યું હતું કે શા માટે નાના વ્યવસાયો પર એ જ જાદુ નથી ચલાવતા જેણે મિત્રને વિશ્વમાં બીજા નંબરનો સૌથી ધનિક બનાવ્યો? 

કોંગ્રેસે કરી ઉંડાણપૂર્વક તપાસની માંગ

કોંગ્રેસે વતી કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે અદાણી મુદ્દે ઉંડાણપૂર્વકની તપાસ જરૂરી છે. આ કિસ્સામાં જેપીસી સિવાયની કોઈપણ સમિતિ જૂથને મુક્ત કરવા સિવાય બીજું કંઈ કરશે નહીં. રમેશે વધુમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ સમક્ષ સમિતિની રચના કરવાનો સરકારનો પ્રસ્તાવ પારદર્શિતા સુનિશ્ચિત કરી શકતો નથી.