તેજસ્વી યાદવનાં મુખ્યમંત્રી બનવા અંગે RJD નેતાનો મોટો દાવો, જાણો શું દાવો કર્યો

  • vatannivat
  • 23-02-2023 10:45 AM

 - સત્તારૂઢ JDU અને રાષ્ટ્રીય જનતા દળમાં કોઇ મોટી સહમતિ થઇ શકે છે. 

-  આગામી વિધાનસભાની ચુંટણી 2025માં થશે : લલનસિંહ

આગામી હોળી બાદ તેજસ્વી યાદવ રાજયના મુખ્યમંત્રી બની શકે છે

બિહારમાં રાજનીતિક ગરમી વધી રહી છે અને આ વખતે સત્તારૂઢ JDU અને રાષ્ટ્રીય જનતા દળમાં કોઇ મોટી સહમતિ થઇ શકે છે. આ દાવો રાષ્ટ્રીય જનતા દળના ધારાસભ્ય વિજય મંડલે કર્યો છે. તેમનો દાવો છે કે આગામી હોળી બાદ તેજસ્વી યાદવ રાજયના મુખ્યમંત્રી બની શકે છે.તેમણે એ પણ કહ્યું હતું કે મુખ્યમંત્રી નીતીશકુમાર પોતે તેમને સત્તા સોંપશે. આ દાવા બાદ રાજયની રાજનીતિમાં ગરમી આવી ગઇ છે. જો કે  JDU ના પ્રદેશ અધ્યક્ષ લલન સિંહે દાવાને ખોટો ગણાવતા કહ્યું કે નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી.

2025ની ચુંટણીનું નેતૃત્વ  તેજસ્વી યાદવ કરશે

લલનસિંહે જણાવ્યું  કે આગામી વિધાનસભાની ચુંટણી 2025માં થશે. જેમાં ચુંટણીનું નેતૃત્વ તેજસ્વી યાદવ કરશે. તેનો ફકત એટલો જ મતબલ હતો કે તેમના નેતૃત્વમાં ગઠબંધન ચુંટણી લડશે, પરંતુ રાજયના મુખ્યમંત્રી કોણ હશે તેનો નિર્ણય ધારાસભ્યો કરશે. હાલ બિહારમાં ચુંટણી થવાની નથી.