વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ડિસેમ્બરે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાતે જશે, વિવિધ કામોના શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે

  • vatannivat
  • 10-12-2022 07:25 AM

- PM મોદી કુલ 75 હજાર કરોડ રૂપિયાની ભેટ આપશે
- વડાપ્રધાન કાર્યાલય દ્વારા માહિતી આપવામાં આવી 
ગોવામાં મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ડિસેમ્બરને સોમવારે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે. આ મુલાકાત દરમ્યાન વડાપ્રધાન મોદી અનેક વિકાસ કાર્યોનાં શિલાન્યાસ તેમજ ઉદ્ઘાટન પણ કરશે. મળતી માહિતી અનુસાર તેઓ નાગપુરમાં વંદે ભારત એક્સપ્રેસને ફ્લેગ ઓફ કરશે, નાગપુર મેટ્રોના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કરશે અને ગોવામાં મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. મહારાષ્ટ્રમાં મોદી 75,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટના શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ માહિતી વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવી હતી.
1500 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાગપુર મેટ્રોના બીજા તબક્કાનો શિલાન્યાસ પણ કરશે. ત્યારે સાથોસાથ પ્રધાનમંત્રી નાગપુર અને શિરડીને જોડતા સમૃદ્ધિ મહામાર્ગના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે અને શહેરમાં નવનિર્મિત એઈમ્સને રાષ્ટ્રને સમર્પિત કરશે. વડાપ્રધાન વિદર્ભ શહેરમાં એક જાહેર સમારંભમાં રૂ. 1,500 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.