વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામકંડોરણામાં વિશાળ સભાને સંબોધી, વિપક્ષ પર કર્યા પ્રહારો

  • vatannivat
  • 11-10-2022 09:50 AM

- જો સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરે તો તેઓ અમારી વિરુદ્ધ બૂમો પાડે છે: નરેન્દ્ર મોદી 

- કોંગ્રેસના નેતાઓને પૂછો કે શું તેઓએ ક્યારેય સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી? : વડાપ્રધાન 

ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે પીએમ જામકંડોરણા પહોંચ્યા 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.9-10-22થી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે તેમનો ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે. ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના જામકંડોરણા પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિશાળ જનસભાને સંબોધી હતી. પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધન દરમિયાન ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી અને વિપક્ષી પાર્ટી પર પણ જોરદાર પ્રહારો કર્યા હતા.

વડાપ્રધાનના કોંગ્રેસ પર પ્રહારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે જો સરકાર ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે છે તો એક જૂથ અમારી વિરુદ્ધ બૂમો પાડે છે. શું મારે લોકોને લૂંટનારાઓ સામે પગલાં ન લેવા જોઈએ? કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસના નેતાઓને પૂછો કે શું તેઓએ ક્યારેય સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી? જે લોકો ધરતીપુત્ર પનોતા પુત્ર સરદાર પટેલનું માન ન નથી રાખતા તેઓ માટે ગુજરાતમાં કોઈ સ્થાન ન હોવું જોઈએ.

ગુજરાતમાં એન્જિનિયરિંગ અને MBA કોલેજો વધી 

વડાપ્રધાને કહ્યું કે આજે 130 એન્જિનિયરિંગ કોલેજો છે જે ગુજરાતમાં ભાજપ આવ્યા પહેલા 26 હતી. આજે અહીં 100 થી વધુ MBA કોલેજો છે. અંગ્રેજી હવે ડૉક્ટર બનવાના માર્ગમાં અવરોધ નહીં બને. આપણા છોકરાઓ અને છોકરીઓ હવે માતૃભાષામાં પણ અભ્યાસ કરવા સક્ષમ છે.

અમારી સરકારે બેટ દ્વારકાને અતિક્રમણ મુક્ત બનાવ્યું : PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગુજરાતનો દરિયાઈ પટ્ટો અતિક્રમણથી બરબાદ થઈ રહ્યો છે. બેટ દ્વારકાની ઓળખ બદલાઈ ગઈ હતી. ભૂપેન્દ્રભાઈએ બેટ દ્વારકાને રાતોરાત અતિક્રમણ મુક્ત બનાવ્યું. તેમણે પોતાના સ્વભાવ પ્રમાણે શાંતિથી તમામ કામ પૂર્ણ કર્યા. કોરોના બાદ આ વખતે સમગ્ર ગુજરાત દાંડિયાની વાત કરી રહ્યું છે. અનેક દેશોના રાજદૂતો ગરબા જોવા ગુજરાતમાં આવ્યા હતા અને ગરબા રમ્યા હતા.