ગુજરાતમાં BJPની ઐતિહાસિક જીત પર વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું

  • vatannivat
  • 08-12-2022 12:44 PM

- વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું, ધન્યવાદ ગુજરાત

- મોદીએ આ વખતે 150થી વધુ બેઠકો જીતીને રેકોર્ડ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી

ભાજપની પાર્ટી અસ્તિત્વમાં આવ્યા બાદની પાર્ટીની આ સૌથી મોટી જીત

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. અત્યાર સુધીના ગુજરાતના ઇતિહાસમાં કોઈ પાર્ટીને ન મળી હોય તેટલી સીટ સાથે ભાજપ સરકાર બનાવશે. આ ભાજપની રાજ્યમાં સૌથી મોટી અને ઐતિહાસિક જીત છે. ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની મોટી જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે કાર્યકરોને સંબોધિત કરનાર છે. નોંધનીય બાબત છે કે ગુજરાતમાં ભાજપે શરૂઆતનાં પરિણામોમાં જ બહુમતીનો આંકડો પાર કરી લીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં ભાજપની પાર્ટી અસ્તિત્વમાં આવી ત્યારથી આ સૌથી મોટી જીત છે. સૌથી મહત્વની વાત એ છે કે તેની કલ્પના ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી.

વડાપ્રધાનનું ટ્વીટ

તેમના સંબોધન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને પોતાની લાગણીઓ શેર કરી હતી. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું, 'આભાર ગુજરાત, અભૂતપૂર્વ ચૂંટણી પરિણામો જોઈને હું ઘણી લાગણીઓથી અભિભૂત છું. લોકોએ વિકાસની રાજનીતિને આશીર્વાદ આપ્યા છે અને તેમણે ઈચ્છા પણ વ્યક્ત કરી છે કે વિકાસનાં કામો વધુ ઝડપી ગતિએ ચાલુ રહે. હું ગુજરાતની જનશક્તિને સલામ કરું છું.