રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તરાખંડની મુલાકાતે, ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

  • vatannivat
  • 08-12-2022 07:45 AM

- રાષ્ટ્રપતિ દૂન યુનિવર્સિટીના વાર્ષિક દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે

- ઉર્જા, શિક્ષણ, માર્ગ, પરિવહન અને શહેરી વિકાસ સાથે સંબંધિત યોજનાઓનું લોકાર્પણ કરશે

રાષ્ટ્રપતિ દેહરાદૂનમાં આયોજિત નાગરિક સત્કાર સમારંભમાં ભાગ લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 8 ડિસેમ્બરે ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતે જનાર છે. રાષ્ટ્રપતિ સચિવાલયના જણાવ્યા મુજબ 8 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ ઉત્તરાખંડ સરકાર દ્વારા દેહરાદૂનમાં આયોજિત નાગરિક સત્કાર સમારંભમાં ભાગ લેશે. તે ઉર્જા, શિક્ષણ, માર્ગ, પરિવહન અને શહેરી વિકાસ સાથે સંબંધિત ઉત્તરાખંડની વિવિધ યોજનાઓનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

મસૂરીમાં રાષ્ટ્રપતિ કોમન ફાઉન્ડેશન કોર્સના સમાપન સમારોહને સંબોધિત કરશે

તો રાષ્ટ્રપતિ મુર્મુ 9 ડિસેમ્બરે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન અને મસૂરી ખાતે 97માં કોમન ફાઉન્ડેશન કોર્સના સમાપન સમારોહને સંબોધિત કરશે. આ ઉપરાંત તે દૂન યુનિવર્સિટીના વાર્ષિક દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે. નોંધનીય છે કે ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ આંધ્રપ્રદેશની બે દિવસીય મુલાકાતે હતા. તેમની મુલાકાત દરમિયાન તેઓ વિવિધ ક્ષેત્રના અધિકારીઓને મળ્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ નૌકાદળ દિવસ નિમિત્તે વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય નૌકાદળ દ્વારા એક ઓપરેશનલ પ્રદર્શન જોયું હતું.