રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગુજરાતની મુલાકાતે, ગુજરાત યુનિવર્સિટીમાં કાર્યક્રમમાં આપી હાજરી

  • vatannivat
  • 04-10-2022 10:53 AM

- ભારત એક વિકસિત દેશ તરીકે ઉભરી આવશે : રાષ્ટ્રપતિ 

- વૈશ્વિક ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ સુધર્યું : મુર્મુ 

મહિલા સાહસિકો માટેનું પ્લેટફોર્મ 'herSTART' લોન્ચ કર્યું 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મંગળવારે બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. આ દરમિયાન તેમણે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં રાષ્ટ્રપતિએ મહિલા સાહસિકો માટેનું પ્લેટફોર્મ 'herSTART' લોન્ચ કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે કહ્યું કે, ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ સુધર્યો છે. ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ 81માંથી વધીને 40મા ક્રમે પહોંચ્યો છે.

'herSTART' એક સેતુ તરીકે કામ કરશે

આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે મને કહેવામાં આવ્યું છે કે આ યુનિવર્સિટીમાં 450થી વધુ સ્ટાર્ટ-અપ્સ છે. જેમાંથી 125થી વધુ મહિલાઓ છે. આવા પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કરવું મારા માટે ગર્વની વાત છે. તે સરકારી યોજનાઓ અને ખાનગી ભંડોળમાંથી નવા ઉદ્યોગ સાહસિકો માટે સેતુ તરીકે કામ કરશે.

રાષ્ટ્રપતિએ સ્ટાર્ટ અપનાં મહત્વ પર શું કહ્યું 

રાષ્ટ્રપતિ મુર્મુએ સ્ટાર્ટ અપના મહત્વ પર કહ્યું કે સ્ટાર્ટ અપ નવી નોકરીઓનું સર્જન કરવામાં પણ મદદ કરે છે. 2015ના વૈશ્વિક ઈનોવેશન ઈન્ડેક્સમાં ભારત 81માં ક્રમે હતું. તાજેતરની રેન્કિંગમાં તે 40માં સ્થાને પહોંચી ગયો છે. 

ગુજરાતના કર્યા વખાણ 

કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ ગુજરાત સરકારની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે દાયકામાં અહીં નોંધપાત્ર વિકાસ થયો છે. રાજ્ય પાસે વિકાસનું પોતાનું મોડલ છે. અન્ય રાજ્યો પાસે પણ પોતાના વિકાસ મોડલ છે. મને આશા છે કે આ 'અમૃત કાળ'માં ભારત એક વિકસિત દેશ તરીકે ઉભરી આવશે.

ગુજરાત યુનિવર્સિટીમાંથી ઘણા સફળ લોકો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે ડો. વિક્રમ સારાભાઈ, ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. કે.કસ્તુરીરંગન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત ઘણા સફળ લોકો ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા.