ચારધામ યાત્રાના નિર્ણય બદલવાની બદ્રી-કેદાર સમિતિની તૈયારી, પુરોહિતોએ કર્યો વિરોધ

  • vatannivat
  • 14-02-2023 10:35 AM

- ઉત્તરાખંડમાં ચારેય ધામોમાં અમુક વ્યવસ્થામાં પરિવર્તન કરાશે, આની સાથે VIP દર્શન માટે ચાર્જ લગાડવા ની શક્યતા

- બદ્રી કેદારનાથ સમિતિની 4 ટીમો તિરુપતિ, મહાકાલેશ્વર, વૈષ્ણોદેવી મંદિર અને સોમનાથ મંદિરના અભ્યાસ માટે રવાના

સમિતિની 4 ટીમ દેશના પ્રતિષ્ઠિત ધાર્મિક સ્થળોના અભ્યાસ માટે રવાના

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 4 એપ્રિલથી શરૂ થઈ રહી છે. પરંતુ ભીડની વધુ સંખ્યાને જોતા તંત્ર અને BKTC સ્તર પર વ્યવસ્થામાં પરિવર્તન કરવા મુદ્દે વિચાર કરી રહી છે, મળતી માહિતી મુજબ આ વખતથી VIP દર્શન માટે ચાર્જ લાગુ થવાની સંભાવના છે. આ સાથે અન્ય ઘણી વ્યવસ્થામાં પરિવર્તન કરવામાં આવી શકશે. આ માટે શ્રી બદ્રી કેદારનાથ સમિતિની 4 ટીમ દેશના પ્રતિષ્ઠિત ધાર્મિક સ્થળોના અભ્યાસ માટે રવાના થઈ ચૂકી છે. જેમાં એક ટીમ તિરુપતિ વેંકટેશ મંદિર આંધ્ર પ્રદેશ ગઈ છે, બીજી ટીમ વૈષ્ણો દેવી મંદિર જમ્મુ કાશ્મીર અને ત્રીજી ટીમ મહાકાલેશ્વર મંદિર ઉજ્જૈન ગઈ છે, જ્યારે ચોથી ટીમ સોમનાથ મંદિર ગુજરાતમાં તંત્ર સાથે વાતચીત કરશે. 

ચારેય ધામોમાં અમુક વ્યવસ્થામાં પરિવર્તન કરવામાં આવશે 

આ ચારેય ટીમો પ્રતિષ્ઠિત ધાર્મિક સ્થળોમાં વ્યવસ્થાઓને જોશે, સાથે જ VIP દર્શન માટે ત્યાં શું વ્યવસ્થા છે, તેની પર ત્યાંના વહીવટીતંત્ર સાથે વાતચીત કરશે. આના રિપોર્ટ બાદ ઉત્તરાખંડમાં ચારેય ધામોમાં અમુક વ્યવસ્થામાં પરિવર્તન કરવામાં આવી શકે છે. આની સાથે જ VIP દર્શન માટે ચાર્જ લગાડવામાં પણ આવી શકે છે.

વિશિષ્ટ લોકોને અલગથી સુવિધા આપવી યોગ્ય નથી  

એક તરફ તીર્થ પુરોહિતોનું કહેવુ છે,કે વ્યવસ્થા BKTCના માધ્યમથી બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં કરવામાં આવે છે. પરંતુ અગાઉ પણ ઘણીવાર BKTCની કેટલીક ટીમો આ પ્રકારના અભ્યાસ કરી ચૂકી છે, પરંતુ આનો કંઈ ફાયદો થયો નથી. પુરોહિતોનું વધુમાં કહ્યું કે, ભગવાનના દરબારમાં VIP દર્શન જેવી બાબતોનો કોઈ અર્થ નથી, કારણ કે ઉત્તરાખંડના ચારધામની યાત્રા લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આ દરમિયાન અતિ વિશિષ્ટ લોકોને અલગથી સુવિધા આપવી યોગ્ય માનવામાં આવતી નથી. તીર્થ પુરોહિતો અનુસાર શ્રી બદ્રી કેદારનાથ સમિતિને સ્થાનિક લોકો અને તીર્થ પુરોહિતો સાથે આ વિષય સંબંધિત ચર્ચા કરવી જોઈએ, કે જેથી ત્યાં વ્યવસ્થાઓને વધુ રીતે શ્રેષ્ઠ કરી શકાય.