પઠાણ; 'બેશરમ રંગ' ગીત ઉપર કોપી નો આરોપ, જાણો કોણે આરોપ લગાવ્યો

  • vatannivat
  • 02-01-2023 05:27 AM

શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'ના ગીત 'બેશરમ રંગ'નો વિવાદ હજુપણ શમવાનું નામ લેતો નથી. 'બેશરમ રંગ' ગીત માં દીપિકા પાદુકોણની બિકીની ને લઈને શરૂ થયેલ વિવાદને વચ્ચે ભારતમાં જોરદાર વિરોધ થયો હતો, ત્યારબાદ સેન્સર બોર્ડે નિર્માતાને કેટલાક ફેરફાર કરવાનું સૂચન આપ્યું છે. તેવામાં હવે પાકિસ્તાનના ગાયક સજ્જાદ અલીએ ગીત પર ટોણો માર્યો છે. આ સ્થિતિમાં ફરી એકવાર 'બેશરમ રંગ' વિવાદમાં આવી ગયું છે.


પાકિસ્તાની ગાયક સજ્જાદ અલીએ નામ લીધા વિના 'બેશરમ રંગ' ગીત પર નિશાન સાધ્યું છે. તેમને જણાવ્યું કે, 'બેશરમ રંગ' ગીત તેમના જૂના ગીત  ' 'અબ કે હમ બિછડે' થી મળતું આવે છે. ગાયક સજ્જાદ અલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો અને તેમાં તેવો કહે છે,કે તેમણે આવનારી ફિલ્મનું એક ગીત સાંભળ્યું હતું,જે સાંભળતા તેમને વર્ષો પહેલા પોતે લખેલા ગીતની યાદ અપાવી દીધી.


વીડિયોમાં સજ્જાદ અલીએ ગીત નું નામ તો લીધું નથી પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સનું માનવું છે કે,તેમનો સંકેત તો 'પઠાણ' ના ગીત 'બેશરમ રંગ' તરફનો જ છે. ઘણાબધા યુઝર્સ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યું છે,કે 'બેશરમ રંગ સજ્જાદ અલીની સંગીત રચના પર આધારિત છે. ભારતના લોકો પાકિસ્તાની ગીતો ચોરે છે અને તેમને ક્રેડિટ પણ આપતા નથી.તો બીજા યુઝર્સ લખ્યું કે, 'તે બેશરમ રંગ જેવું જ લાગે છે.' આ સિવાય કેટલાક લોકોનું કહેવું એવું છે,કે બંને ગીત સંપૂર્ણપણે અલગ છે અને 'બેશરમ રંગ' તેની કોપી નથી.


શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. જેમાં આ ફિલ્મમાં શાહરૂખાન સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ જોવા મળશે. ફિલ્મનું પહેલું ગીત 'બેશરમ રંગ' રિલીઝ થયું ત્યારથી જ આ ફિલ્મ ઘણા વિવાદોમાં સંકળાયેલી છે. એક બાજુ ગીત ઉપર ચોરીના આરોપો છે, તો બીજી તરફ ગીતમાં દીપિકાએ પહેરેલી બિકીનીના ભગવા રંગનો વિરોધ થઈ રહ્યો છે.