PM મોદીએ કેવડિયામાં 'મિશન લાઈફ' અભિયાનની શરૂઆત કરી

  • vatannivat
  • 20-10-2022 07:11 AM

- PM મોદી કેવડિયામાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવને મળ્યા

- 2021માં ગ્લાસગોમાં COP26 ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાઇફ મિશન 'લાઇફ સ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ અભિયાન' શરૂ કરવામાં આવ્યું હતું

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ અને વડાપ્રધાન મોદીએ મિશન લાઈફ અભિયાનની શરૂઆત કરી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત રાજ્યની મુલાકાતે છે. આ દરમ્યાન તેઓ રાજ્યને વિવિધ વિકાસકાર્યોની ભેટ આપવાના છે. ત્યારે તેઓએ આજે તેમની બે દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન કેવડિયાના એકતાનગર ખાતે યુએનના સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ બંને નેતાઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 'મિશન લાઈફ' (પર્યાવરણ માટેની જીવનશૈલી) અભિયાનની શરૂઆત કરી હતી. આ મિશનનો ઉદ્દેશ્ય ત્રિ-પાંખીય વ્યૂહરચના અમલમાં મૂકીને આબોહવા પરિવર્તનની અસરોનો સામનો કરવાનો છે. આ પ્રસંગે વિદેશ મંત્રી એસ જયશંકર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા. મિશન લાઇફ શરૂ થતાંની સાથે જ હવે ઘણા દેશોના નેતાઓ સંદેશા મોકલી રહ્યા છે.

ફ્રાંસ ભારત સાથે કરવા ઉત્સુક : ફ્રાંસ રાષ્ટ્રપતિ 

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને મિશન લાઈફના લોન્ચિંગ સમયે એક વીડિયો સંદેશ મોકલ્યો હતો. તેમણે કહ્યું કે એવા સમયે જ્યારે આપણું વિશ્વ ભૌગોલિક રાજકીય તણાવમાં છે, ત્યારે આપણે સહકાર પસંદ કરવો પડશે. કારણ કે વૈશ્વિક પડકારો, ખાસ કરીને આબોહવા પરિવર્તનનો કોઈ દેશ એકલો ઉકેલી શકતો નથી. તેમણે કહ્યું કે ફ્રાન્સ આ પહેલને સફળ બનાવવા માટે ભારત સાથે કામ કરવા માટે ઉત્સુક છે, જેમાં આવતા વર્ષે G20 ના ભારતીય પ્રમુખપદના સંદર્ભમાં પણ સામેલ છે.