પદ્મશ્રી HR કેશવ મૂર્તિનું નિધન, PM મોદીએ શોક વ્યક્ત કર્યો

  • vatannivat
  • 22-12-2022 05:43 AM

-કર્ણાટકની સંસ્કૃતિને લોકપ્રિય બનાવનાર HR કેશવ મૂર્તિનું નિધન

-વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશવ મૂર્તિ નિધન પર શોક વ્યક્ત કર્યો 

કેશવ મૂર્તિએ તેમના નિવાસસ્થાને લીધા અંતિમ શ્વાસ

કર્ણાટકની સંસ્કૃતિને લોકપ્રિય બનાવનાર અને પદ્મશ્રી થી સન્માનિત એવા H R કેશવ મૂર્તિનું બુધવારે નિધન થયું હતું. કેશવ મૂર્તિએ કર્ણાટકના શિવમોગા જિલ્લામાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. 89 વર્ષીય કેશવ મૂર્તિ તેમની ઉંમર સંબંધિત બિમારીઓથી પીડિત હતા. તેમના મૃત્યુ બાદ પરિવારમાં હવે તેમની પત્ની અને પુત્રી બે જ વ્યકતિ રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

કેશવ મૂર્તિનો જન્મ ગમાકા કલાકાર ના પરિવારમાં થયો હતો, અને તેમને પિતા પાસેથી તાલીમ મેળવી હતી. તેમના નિધન પર શોક વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, 'અમને શ્રી એચ.આર. પર ગર્વ છે. કેશવ મૂર્તિ ને, ગમાકાને લોકપ્રિય બનાવવા અને કર્ણાટકની અનોખી સંસ્કૃતિની ઉજવણીમાં તેમના પ્રયાસો માટે હંમેશા યાદ રાખવામાં આવશે. તેઓ ઘણા વિદ્યાર્થીઓની માટે, તેમની પ્રેરણાદાયી સલાહ માટે પણ યાદ કરવામાં આવશે. તેમના નિધનથી દુઃખ થયું'. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.'

કર્ણાટકના CM એ શોક વ્યક્ત કર્યો 

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ પણ મૂર્તિના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું, "રાજ્યની સાંસ્કૃતિક પરંપરાઓને સમર્થન આપનારા વિદ્વાનના અવસાન વિશે સાંભળીને દુઃખ થયું".