ચીન સાથેના સીમા વિવાદ પર બંને ગૃહોમાં વિપક્ષનો વિરોધ, જાણો વિપક્ષે શું કહ્યું

  • vatannivat
  • 24-12-2022 06:43 AM

- વિપક્ષનો વિરોધ દુર્ભાગ્યપૂર્ણ : સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ

- ભારત -ચીનના સૈનિકો વચ્ચે થયેલા અથડામણના મુદ્દા ઉપર સંસદમાં ઉગ્રતાપૂર્વક ધમાલ મચી


ચીન સાથેના સીમાવિવાદ પર અતિક્રમણ પર ચર્ચાની માંગણી

કેન્દ્ર સરકાર ને ચીન સાથેના સરહદ વિવાદ અંગે ચર્ચાની માંગ પર,સંસદે ખલેલ પહોંચાડવા માટે વિપક્ષ પર પલટવાર કર્યો. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી એ શુક્રવારે પત્રકારોને જણાવ્યું કે, વિપક્ષનો વિરોધ દુર્ભાગ્યપૂર્ણ છે. કાર્યમંત્રી જોશીએ જણાવ્યું કે, જુલાઈ 2013 માં મુરલી મનોહર જોશી અને 10 અન્ય સભ્યોએ ચાઇના સાથે સરહદ પર ચર્ચા કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જાન્યુઆરી 2014 માં પણ ધ્યાનાકર્ષણ પ્રસ્તાવના ના જોરે ચાઇના સાથે ની સીમાવિવાદ પર અતિક્રમણ ને લઈને ચર્ચાની માંગણી કરવામાં આવી હતી, પરંતુ ત્યારે UP સરકારે જણાવ્યું કે, આ એક સંવેદનશીલ મુદ્દો ગણાય. હવે તો રક્ષા મંત્રી અને વિદેશ મંત્રીઓએ પણ સદનમાં નિવેદન આપી દીધું છે. સેના પણ નિવેદન આપી દીધું છે, હવે તો તેના પર વિશ્વાસ કરવો જોઈએ.


બંને સદનોમાં વિપક્ષ ચર્ચા માટે અડગ

બંને સદનો માં તવાંગ પર બનેલ ભારત -ચીનના સૈનિકો વચ્ચે થયેલા અથડામણના મુદ્દા ઉપર ઉગ્રતાપૂર્વક ધમાલ મચી હતી. લોકસભામાં 62 કલાક 42 મિનિટ જયારે, રાજ્યસભામાં  64 કલાક 50 મિનિટ આ વિષય પર કાર્યવાહી ચાલી હતી .રક્ષા મંત્રી રાજનાથ સિંહે આની ઉપર નિવેદન પણ આપીયું, પરંતુ વિપક્ષ ચર્ચા કરવા માટે અડગ રહ્યું હતું.